મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમા રિસોર્ટ પાસે બાઇક આડે કૂતરું આવતા અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીમાં ઉમા રિસોર્ટ પાસે બાઇક આડે કૂતરું આવતા અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ઉમા રિસોર્ટ પાસેથી યુવાન તેનું બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની અચાનક કૂતરું આવતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં સતવારા સમાજની વાડી પાસે રહેતા કવિભાઈ રામજીભાઈ મકવાણા (૩૮) પોતાનું બાઈક લઈને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ઉમા રિસોર્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની અચાનક કૂતરું કર્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ કવિભાઈ મકવાણાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા જુમાભાઇ કેસરભાઈ જુણેજા (૮૦) નામના વૃદ્ધ પોતાના ઘરેથી સાયકલ લઈને નદીએ ન્હાવા માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાલમંદિર પાસે સાયકલ ઉપરથી તે નીચે પડી ગયા હતા જેથી તેઓને ડાબા હાથમાં ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી.






Latest News