મોરબીમાં યુવાને ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરનાર વધુ બે વ્યાજખોરની ધરપકડ
માળીયા(મિં.) નજીક ટ્રેનમાંથી પડી જતાં આસામના આધેડનું મોત
SHARE
મોરબી : માળીયા(મિં.) નજીક ટ્રેનમાંથી પડી જતાં આસામના આધેડનું મોત
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં માળીયા સીટી વિસ્તારની થોડે દૂર રેલ્વે ટ્રેનમાંથી આસામ રાજયના ગૌહાટીનો વતની એક આધેડ વ્યક્તિ ચાલુ ટ્રેનમાં નીચે પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેથી માળીયા સિવિલ બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતાં ટૂંકી સારવાર દરમિયાન આસામના આધેડનું મોત નિપજ્યું હોવાનું આરપીએફ દ્વારા જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જીલ્લાના માળિયા મિંયાણા વિસ્તારમાં ટ્રેનમાંથી નિચે પડી જવાથી આસામ રાજ્યના ગૌહાટી નજીક રહેતા જાર્મો બ્રહ્મા નામના ૫૩ વર્ષીય આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને માળીયા મીંયાણાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન જાર્મો બ્રહ્મા નામના ૫૩ વર્ષીય આસામના ગૌહાટીના આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું હતુ.વધુમાં આરપીએફના પીઆઇ ગ્યાનસિંગ મીના સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મૃતક જાર્મો બ્રહ્મા તેમના ભાઈ તથા અન્ય વ્યક્તિ સાથે કામખ્યા એક્સપ્રેસમાં આવતા હતા તેઓ ગૌવાટી(આસમ) તરફથી આવીને ગાંધીધામ(કચ્છ) બાજુ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં માળીયા મીંયાણા નજીક ટ્રેનમાંથી નિચે પડી જતાં તેમનું મોત નિપજ્યું હતું.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી તાલુકાના મોડપર ગામે રહેતો દેવાભાઇ રમેશભાઈ પાંચિયા જાતે ભરવાડ નામનો ૧૯ વર્ષીય યુવાન કામ સબબ મોરબી આવ્યો હતો અહીંથી કામ પતાવીને પરત મોડપર જતા સમયે નવલખી રોડ ઉપર કેનાલ પાસે આગળ જતાં બાઇક ચાલકે અચાનક બ્રેક મારતા દેવાભાઈ ભરવાડે પોતાના બાઇક ઉપરનો કાબુ ગુમાવી દેતા તેમનું બાઈક સ્લીપ થઈ ગયું જેથી કરીને ઇજાગ્રસ્ત દેવાભાઈ ભરવાડને મોરબી ખાતે સારવારમાં ખસેડાયો હતો બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના પી.જે.પરમારે તપાસ હાથ ધરી છે.જયારે મોરબી તાલુકાના વાંકડા ગામે રહેતો મહેશ ઇશ્વરભાઈ કાલરીયા નામનો ૩૭ વર્ષીય યુવાન બાઈક લઇને કડીયાણા(હળવદ) નજીકથી જતો હતો ત્યારે બાઇક સ્લીપ મારી જતા ઇજાગ્રસ્ત મહેશને અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.