મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના આરોપીને ૩૦મી એપ્રિલ સુધીમાં સેશન્સ કોર્ટ સુરેન્દ્રનગર સમક્ષ સરન્ડર કરવા કોર્ટનું જાહેરનામું


SHARE







વાંકાનેરના આરોપીને ૩૦મી એપ્રિલ સુધીમાં સેશન્સ કોર્ટ સુરેન્દ્રનગર સમક્ષ સરન્ડર કરવા કોર્ટનું જાહેરનામું

સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં આરોપી નં. (૨) રાજુભાઈ ઉર્ફે મેહુલ ફુલાભાઇ ઉર્ફે ભુરાભાઈ ચૌહાણ જાતે સરાણીયા, ઉંમર વર્ષ ૧૯, રહે વાંકાનેર, નવાપરા પેટ્રોલ પંપ પાસે ઝૂંપડામાં, જિલ્લો મોરબી પર ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ-૫(૧)(ક)ના ભંગ બદલ કલમ-૬(ક) તથા ૧૦ હેઠળ શિક્ષાપાત્ર ગુનો નોંધાયેલ છે જેના પરથી ધરપકડ વોરંટ શેરો થઈ આવેલ છે. આ આરોપી મળી આવતો નથી, ધરપકડ વોરંટ પોતાના ઉપર બજે નહીં એટલા માટે સંતાતો ફરે છે અને ફરાર થયેલ છે.

સુરેન્દ્રનગર સેશન્સ જજશ્રી પી.એસ. ગઢવી દ્વારા જાહેરનામું બહાર પાડી આરોપી રાજુભાઈ ઉર્ફે મેહુલ ફુલાભાઇ ઉર્ફે ભુરાભાઈ ચૌહાણ જાતે સરાણીયા, ઉંમર વર્ષ ૧૯, રહે વાંકાનેર, નવાપરા પેટ્રોલ પંપ પાસે ઝૂંપડામાં, જિલ્લો મોરબીને ફરિયાદનો જવાબ આપવા ૩૦ એપ્રિલ સુધીમાં અદાલત સમક્ષ પોતાની જાતને સરન્ડર કરવા સેશન્સ કોર્ટ સુરેન્દ્રનગર સમક્ષ સવારના ૧૦:૩૦ કલાકે હાજર થવાનું જણાવાયું છે.






Latest News