મોરબી એસટી ડેપોના ડ્રાઈવરને માનસિક ત્રાસ અને આર્થિક નુકશાન કરનાર અધિકારીઓ વિરુદ્ધ તપાસ શરૂ
SHARE
મોરબી એસટી ડેપોના ડ્રાઈવરને માનસિક ત્રાસ અને આર્થિક નુકશાન કરનાર અધિકારીઓ વિરુદ્ધ તપાસ શરૂ
અગાઉ મોરબીમાં એસટી ડેપોમાં બેટરી સહિતનો સામાન ન હોવાના કારણે એસટીની ઘણી બસોને ધક્કા મારીને ચાલુ કરવી પડે આવી પરિસ્થિતિ હતી ત્યારે જે તે સમયે સ્થાનિક પત્રકારો દ્વારા તેના વિવિધ માધ્યમોની અંદર સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે કેટલાક એસટી ડેપોના કર્મચારીઓના નિવેદન પણ લીધા હતા જો કે, અધિકારીઓની બેદરકારીનો દોષનો ટોપલો એસટી ડેપોના એક ડ્રાઇવર ઉપર ઢોળી દેવામાં આવ્યો છે અને તેની સામે પાગલ લઈને ડ્રાઇવરને માનસિક ત્રાસ અને આર્થિક નુકશાન કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલા ડ્રાઇવરે હવે પોલીસમાં અધિકારી વિરુદ્ધ અરજી કરી છે જેથી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે
ગુજરાત એસટીના મોરબી ડેપોમાં અગાઉ ઘણી બસો કંડમ કરવા યોગ્ય હતી તેમ છતાં પણ તેને મુસાફરોના જોખમે જુદાજુદા રુટ ઉપર ચલાવવામાં આવતી હતી અને અંદાજે અઢી વર્ષ પહેલા મોરબી એસટી ડેપોમાં દોડાવવામાં આવતી બસોમાં બેટરી સહિતનો માલ સામાન ઉપરથી ન આવવાના કારણે એસટી બસ કોઈપણ જગ્યાએ ઊભી રાખે તો ત્યારબાદ તેને ધક્કા મારીને શરૂ કરવી પડે આવી પરિસ્થિતિ હતી ત્યારે બસોને સવારે શરૂ કરવામાં આવે ત્યારે ગામના મુસાફરોને ધક્કા મારવા પડે આવી જ રીતે મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી કરવામાં આવેલ બસો બપોરે ૧૨ વાગ્યે જ્યારે વિદ્યાર્થીઓને લઈને પરત ગામડા તરફ જવાની હોય ત્યારે તેને ચાલુ કરવા માટે વિદ્યાર્થીઓ અને એસટીના કર્મચારીઓને ધક્કા મારીને ગાડીઓ ચાલુ કરવી પડે આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી
ત્યારે મોરબી એસટી ડેપોની બસો ધક્કા ગાડી છે આ પ્રકારના સમાચારો સ્થાનિક માધ્યમોમાં પ્રસિદ્ધ થયા હતા અને ત્યારબાદ આ સંદર્ભે મોરબી એસટી ડેપોમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા ત્યારે તેમના તરફથી પણ મોરબી એસટી ડેપોમાં બેટરી સહિતનો માલ ઉપરથી ન આવતો હોવાના કારણે એસટીની બસોમાં થોડી ક્ષતિ છે અને ધક્કા મારીને ગાડી ઉપાડવી પડે છે આ બાબતને સમર્થન આપવામાં આવ્યું હતું અને તેના પણ સમાચારો ઇલેક્ટ્રોનિક મધ્યમમાં પ્રસિદ્ધ થયા હતા પરંતુ ત્યારબાદ મોરબી એસટી ડેપોમાં જે તે સમયે ડ્રાઇવર તરીકે ફિક્સ પગારમાં ફરજ બજાવતા ઝાલા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ સામે પગલાં લેવામાં આવ્યા હતા અને જે તે સમયે મોરબી એસટી ડેપોના ડેપો મેનેજર સહિતના જે કોઈ અધિકારીઓ દ્વારા સત્યને છુપાવવા માટે અને પોતાની બેદરકારીને છુપાવવા માટે સમગ્ર દોષનો ટોપલો તેની ઉપર ઢોળીને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને આ ડ્રાઈવરને માનસિક ત્રાસ અને આર્થિક નુકશાન અધિકારીઓની નીતિ રીતિના લીધે થયું છે
જેથી કરીને છેલ્લા અઢી વર્ષમાં અધિકારીઓએ સત્યને દબાવીને સત્તાનો દુરુપયોગ કરી અલગ અલગ જગ્યા ઉપર વારંવાર ડ્રાઇવરની સામે બદલી સહિતના પગલાં લીધેલા છે જેથી કરીને રાષ્ટ્રની સંપત્તિને નુકસાન થતું હોવા છતાં પણ જવાબદાર અધિકારીઓ મૌન હતા તે બાબતે ડ્રાઇવર કુલદીપસિંહ ઝાલાએ ઉચ્ચ અધિકારી સમક્ષ જે ખોટા રિપોર્ટ કરવામાં આવ્યા છે તેના સામે કાર્યવાહી કરવા માટે અગાઉ ગુજરાત એસટી નિગમના મેનેજિંગ ડિરેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને જે લોકોએ તેના વિરુદ્ધમાં ખોટા રિપોર્ટ કર્યા હતા તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટે થઈને મંજૂરી માંગી હતી અને હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેને લેખિતમાં અરજી આપી છે જેમાં મોરબી એસટી ડેપોના અધિકારી સહિતના તેને માનસિક ત્રાસ આપનારા તમામ અધિકારીઓની સામે ફોજદારી ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે