મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ પાસે ટ્રક ઉપર સૂતેલા ડ્રાઈવરને માર મારનાર આરોપીની ધરપકડ


SHARE









મોરબીના નાગડાવાસ પાસે ટ્રક ઉપર સૂતેલા ડ્રાઈવરને માર મારનાર આરોપીની ધરપકડ

મોરબીના નાગડાવાસ ગામના પાટીયા પાસે આવેલ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક પાર્ક કરીને તેના ઉપર સુતેલા ટ્રક ડ્રાઇવરને ત્યાં બીજો ટ્રક લઈને આવેલા તેના જ ગામના એક શખ્સ દ્વારા પૈસા કેમ આપતો નથી તેમ કહીને ગાળો આપીને ઝપાઝપી કરવામાં આવી હતી અને ત્યારબાદ લોખંડના વ્હીલ પાના વડે યુવાનને જમણા પગમાં માર મારતા તેને પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી અને આરોપી તેનો ટ્રક ત્યાં મૂકીને નાસી ગયો હતો જે બનાવમાં ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

રાજસ્થાનના સેડવા તાલુકાના બામનોર ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા બચાયાખાન હસનખાન સહતા જાતે સીંધી (મુસ્લીમ) (૩૮)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શકુરખાન મિયલખાન સીધી (મુસ્લીમ) રહે. બામનોર તાલુકો સેડવા રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ નાગડાવાસ ગામના પાટીયા પાસે માધવ હોટલના ગ્રાઉન્ડમાં તે પોતાનો ટ્રક નંબર જીજે ૧૮ બીવી ૨૩૨૦ ને પાર્ક કરીને તેની કેબિન ઉપર સુતો હતો દરમિયાન આરોપી શકુરખાન સિધી તેના હવાલા વાળો ટ્રક નંબર જીજે ૮ વાય ૧૬૬૮ લઈને ત્યાં આવ્યો હતો અને ફરિયાદી ટ્રકની કેબીન ઉપર સુતો હતો ત્યારે તેને ઉઠાડીને પૈસા કેમ મને આપતો નથી તેમ કહીને ગાળો આપી હતી અને જપાજપી કરીને આરોપીએ પોતાના હાથમાં રહેલ લોખંડનું વ્હીલ પાનું ફરિયાદીના જમણા પગમાં માર્યું હતું અને આરોપી પોતાનો ટ્રક છોડીને ત્યાંથી નાસી ગયો હતો જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી શકુરખાન મિયલખાન સહના જાતે સીધી (મુસ્લીમ) (૨૯) રહે. બામનોર તાલુકો સેડવા રાજસ્થાન વાળાની પીએસઆઈ એસ.એન. સગારકા દ્વારા ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામે રહેતા અંબારામ ઓધવજીભાઈ નકુમ (૬૨) પોતાનું બાઈક લઇને નવલખી ફાટક પાસેથી ગોર ખીજડીયા ગામના પાટીયા તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને ઇકો ગાડીના ચાલકે હડફેએ લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં આંબારામભાઈ નકુમને ઈજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા
મોરબીના ભડીયાદ કાંટા પાસે આવેલા હરિઓમ સોસાયટીમાં રહેતા બાબુ કેશુભાઈ સોમાણી (૨૨) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ઈજા પામેલા યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવવામાં ઇજા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી પોલીસે શા માટે મારામારીનો બનાવ બન્યો હતો અને યુવાનને માર માર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.




Latest News