મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરા સાથે દુષકર્મ આચરવાના ગુનામાં મુખ્ય આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં સગીરા સાથે ફ્રેંડશિપ કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં મુખ્ય આરોપીની ધરપકડ

મોરબીમાં રહેતી યુવતી આજથી પાંચ વર્ષ પહેલા સગીરા હતી ત્યારે તેની સાથે ફ્રેન્ડશીપ કરીને અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યો છે ત્યાર બાદ તેના ૧૮ વર્ષ પૂરા થઈ ગયા પછી તે શખ્સ યુવતીની સાથે તેના પતિની જેમ એક મકાનમાં રહેતો હતો અને વારંવાર શરીર સંબંધ બાંધતો હતો જેથી યુવતીએ ત્રણ મહિના પહેલા લગ્ન કરવા માટે થઈને તેને કહ્યું હતું ત્યારે તે શખ્સ તેની સાથે ઝઘડો કરીને ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તેના ભાઈને તે બાબતે પૂછતા તેણે ફરિયાદી યુવતીને ગાળો આપીને ફોન નહીં કરવા ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલી યુવતી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પહેલા એક આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં મુખ્ય આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતી અને પાર્લરનો ધંધો કરતી યુવતીએ થોડા સમય પહેલા રફાળેશ્વર ગામે રહેતા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, પાંચેક વર્ષ પહેલા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ તેની સાથે ફ્રેન્ડશીપ કરી હતી અને જે તે સમયે તે સગીરા હોવા છતાં તેને લગ્નની લાલચ આપીને તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ ૧૮ વર્ષ પૂરા થયા પછી તેની સાથે તેના પતિની જેમ એક જ મકાનમાં રહીને અવારનવાર શરીર સંબંધ બાંધ્યો છે અને ત્રણેક મહિના પહેલા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને ભોગ બનેલ યુવતીએ લગ્ન કરવા માટેનું કહ્યું હતું ત્યારે તેની સાથે ઝઘડો કરીને પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા જતો રહ્યો હતો જેથી યુવતીએ પ્રતિપાલસિંહ વિશે તેના ભાઈ જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને ફોન કરીને પૂછતા તેણે યુવતીને ગાળો આપી હતી અને ફોન નહીં કરવા માટે થઈને ધમકી આપેલ છે જેથી યુવતી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અગાઉ જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં મુખ્ય આરોપી પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (૨૬) રહે, રફાળેશ્વર  વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે રહેતા મધુબેન વાલજીભાઈ સોલંકી (૬૩) પોતાના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને રસ્તા ઉપરથી ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને મધુબેન સોલંકીને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલ વૃદ્ધાને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.




Latest News