મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

ઝૂલતા પુલ ઘટનાને લઈને બિગ બ્રેકિંગ: રાજ્ય સરકારે કરી મોરબી નગરપાલિકાને સુપરસીડ


SHARE









ઝૂલતા પુલ ઘટનાને લઈને બિગ બ્રેકિંગ: રાજ્ય સરકારે કરી મોરબી નગરપાલિકાને સુપરસીડ

રાજ્ય સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવશે કે કેમ તેને લઈને છેલ્લા ઘણા મહિનાથી ચર્ચાઓ કરવામાં આવી રહી હતી જો કે, આજે મોડી સાંજે તેનો સત્તવાર ઓર્ડર રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યો છે અને હવે મોરબી પાલિકાનું બોડીનું વિસર્જન થઈ ગયું છે અને તમામ સત્તા પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાસે રહેશે

મોરબીમાં વર્ષ ૨૦૨૨ ના ૧૦ મહિનાની ૩૦ તારીખે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને આ દુર્ઘટના બાદ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની વાતો છેલ્લા ઘણા મહિનાથી કરવામાં આવી રહી હતી જો કે, આજે રાજ્ય સરકાર દ્વારા મોડી સાંજે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે અત્રે ઉલેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવશે કે કેમ તેને લઈને નિર્ણય કરવા માટે પાલિકામાં તાત્કાલિક બોર્ડ બોલવીને પાલિકાનો ફાઇનલ જવાબ લેવામાં આવ્યો હતો ત્યાર બાદ આજે રાજ્ય સરકાર દ્વારા આકરું પગલું લઈ લેવામાં આવેલ છે અને મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી છે જેના માટેનો જરૂરી ઓર્ડર રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરી દેવામાં આવ્યો છે




Latest News