મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

બેધારી તલવાર: મોરબી નગરપાલિકાનું વિસર્જન, સભ્યોને ડિસ્કોલીફાઈડ નહીં, આગમી ચુંટણીમાં ટિકિટ કોને આપવી તે મૂંઝવણ


SHARE















બેધારી તલવાર: મોરબી નગરપાલિકાનું વિસર્જન, સભ્યોને ડિસ્કોલીફાઈડ નહીં, આગમી ચુંટણીમાં ટિકિટ કોને આપવી તે મૂંઝવણ

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બની ત્યારથી મોરબી નગરપાલિકા ચર્ચાનો વિષય બની હતી અને નગરપાલિકાના વહીવટ સામે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા. દરમિયાન રાજ્ય સરકારે ગઈકાલે મોડી સાંજે મોરબી નગરપાલિકાનું વિસર્જન કર્યું છે જોકે, સભ્યોને ડિસ્કોલીફાઈડ કર્યા નથી જેથી કરીને વર્તમાન છેલ્લી બોડીમાં જે ચૂંટાયેલા સભ્યો હતા તેના માટે ભવિષ્યમાં આવનાર મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો રસ્તો ખુલ્લો રહ્યો છે ? પરંતુ ભાજપ પક્ષ તરફથી છેલ્લી ચૂંટણીમાં જે બાવન સભ્ય ચૂંટાયા હતા તેમને જ ટિકિટ આપવામાં આવશે કે પછી નવા જ મુરતિયાને મેદાનમાં ઉતારવામાં આવશે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે

મોરબીમાં વર્ષો પહેલા રજવાડાના સમયમાં બનાવવામાં આવેલ ઝુલતા પુલની જવાબદારી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સાથે કરાર કરીને જયસુખભાઈ પટેલના ઓરેવા ગ્રુપને ૧૫ વર્ષ માટે જવાબદારી સોંપવામાં આવી હતી જેથી કરીને માર્ચ ૨૦૨૨ થી આ પુલને રીનોવેશન માટે બંધ કરવામાં આવ્યો હતો અને દિવાળી પછી નવા વર્ષના પહેલા દિવસથી જ આ પુલને ફરી પાછો લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જોકે છઠના દિવસે સાંજે આ પુલ ઉપર લોકો જ્યારે પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા માટે આવ્યા હતા અને તે સમયે અચાનક ધડાકાભેર ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને જુલતા પુલ ઉપર ફરવા માટે થઈને આવેલા ૧૩૫ જેટલા લોકો જેમાં બાળકો, મહિલા, સગર્ભા મહિલા અને વૃદ્ધોનો સમાવેશ થાય છે તેમના મોત નીપજયા હતા તેમજ ઘણા બધા લોકોને ઈજાઓ પણ થઈ હતી આ ઘટનાની જાણ થતા જે તે સમયે રાજ્યના મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી દોડી આવ્યા હતા અને મૃત્યુ પામેલા લોકોના પરિવારને તથા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી સહાય મળે તેના માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી

જોકે, આ મિલકત મોરબી નગરપાલિકાની હોવાથી તેની સામે કેમ બેદરકારી સબબ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા ? તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા અને મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે તેવી માંગણી વારંવાર લોકો અને અન્ય રાજકીયપક્ષો તરફથી ઉઠી રહી હતી દરમિયાન તા. ૧૧/૪ ના મોડી સાંજે રાજ્ય સરકાર દ્વારા આકરું પગલું લઈને મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવી છે અને રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી જે સત્તાવાર ઓર્ડર કરવામાં આવ્યો છે તેની બજવણી પણ મોરબી નગરપાલિકાના પાલિકાના પ્રમુખને ગઇકાલે સાંજે જ કરી દેવામાં આવી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નગરપાલિકાને સરકાર દ્વારા સુપરસીડ કરવામાં આવી છે જોકે, હાલમાં મોરબી નગરપાલિકાનું વિસર્જન કરવામાં આવ્યું છે અને ચૂંટાયેલા સભ્યોને ડિસ્કોલીફાઈડ કરવામાં આવ્યા નથી જેથી કરીને મોરબી નગરપાલિકાની જે છેલ્લી ચૂંટણી યોજાઈ હતી અને બાવાને બાવન બેઠક ઉપર ભાજપના જે ઉમેદવારો ચૂંટાયા હતા તેમના માટે આગામી દિવસોમાં મોરબી નગરપાલિકા માટે યોજાનાર ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો રસ્તો હાલમાં ખુલ્લો રહ્યો છે જોકે ભાજપ પક્ષ તરફથી તેઓને ટિકિટ આપવામાં આવશે કે પછી નવા મુરતિયાને મેદાનમાં ઉતારવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે

મોરબી જિલ્લામાં કુલ ચાર નગરપાલિકાનો સમાવેશ થાય છે જે પૈકીની વાંકાનેર નગરપાલિકા અને મોરબી નગરપાલિકા બંનેમાં ભાજપનું જ શાસન હતું અને તેમ છતાં પણ આ બંને નગરપાલિકાને ભ્રષ્ટાચાર, બેદરકારી વગેરે જેવા કારણોસર સરકાર દ્વારા સુપરસીડ કરવામાં આવી છે ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની અને પારદર્શક વહીવટ આપવાની વાતો વચ્ચે મોરબી જિલ્લાની અંદર ભાજપની નીતિ સામે પણ સવાલો ઊભા થાય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમકે સંપૂર્ણ બહુમતી વાળી બે-બે નગરપાલિકા ભાજપની હોવા છતાં પણ સરકારે વિસર્જન કરવાની કામગીરી કરવી પડી છે ત્યારે આગામી સમયમાં આ બંને નગરપાલિકા માટે જે ચૂંટણી યોજાઈ તેમાં કેવા ઉમેદવારોની પસંદગી કરવી તે સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો સહિતનાઓ માટે મોટી મૂંઝવણ બની રહેશે. કેમકે સ્પષ્ટ બહુમતી સાથે બંને પાલિકામાં ભાજપ સરકાર રૂઢ હતો તેમ છતાં પણ લોકોની અપેક્ષા મુજબની કામગીરી ન થઈ હોવાથી અને ચૂંટાયેલા સભ્યો દ્વારા જ અંદરો અંદર એકબીજા ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ બીજી વખત ન થાય તેના માટે હવે ભાજપના આગેવાનોએ ફૂંકી ફૂંકીને છાશ પીવી પડે તેવો ઘાટ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યો છે






Latest News