મોરબી જીલ્લામાં ટંકારાથી ધ્રોલ જવાનો રસ્તો ભારે વાહનો માટે ચાલુ કારયો
અમરેલી જીલ્લામાંથી ગુમ થયેલ બાળકનો માળિયા પોલીસે પરિવાર સાથે ભેટો કરાવ્યો
SHARE









અમરેલી જીલ્લામાંથી ગુમ થયેલ બાળકનો માળિયા પોલીસે પરિવાર સાથે ભેટો કરાવ્યો
અમરેલી જીલ્લાના ધારી તાલુકાના ડાંગાવદર ગામેથી સગીર ગઇકાલે ગુમ થયેલ હતો જે માહિતીને ગંભીરતાથી લઇ ગુમ થનારની માહિતી તથા ફોટો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા માળીયા મીયણા પોલીસ સ્ટેશનને મોકલી આપીને તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે માળીયા પોલીસની ટીમે માળીયાના ત્રણ રસ્તા નજીકથી ધારી તાલુકાના ડાંગાવદર ગામેથી ગુમ થનાર સગીરને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ અમરેલી જીલ્લા પોલીસને આગળની કર્યવાહી કરવા સંપર્ક કરી ગુમ થનારને તેના વાલી વારસને સુપ્રત કર્યો હતો.
