અમરેલી જીલ્લામાંથી ગુમ થયેલ બાળકનો માળિયા પોલીસે પરિવાર સાથે ભેટો કરાવ્યો
મોરબીમાં કાલે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ
SHARE









મોરબીમાં કાલે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા આઝાદી ના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે તા ૧૫/૯ ના રોજ વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચત નો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા અને અવગત કરાવવા પીજીવીસીએલ મોરબી દ્વારા રેલીનું આયોજન કરેલ છે જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગે ના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ દ્વારા જન જાગૃતિ અંગેનું આયોજન કરેલ છે. આ રેલી સવારના ૯:૧૫ કલાકે પીજીવીસીએલ કમ્પાઉન્ડ થી ગેંડા સર્કલથી નગર દરવાજાથી રવાપર રોડથી નવા બસ સ્ટેશન શનાળા રોડ ભકિતનગર સર્કલ પૂર્ણ થશે
