માળિયા(મી.) રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર મૂકવા કે.ડી. બાવરવાની માંગ
SHARE
માળિયા(મી.) રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર મૂકવા કે.ડી. બાવરવાની માંગ
માળિયા(મી.) રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાથી દર્દીઓ ઘણા હેરાન થાય છે જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરેલ છે અને ત્યાં કાયમી ડોક્ટરની નિમણુક કરવાની માંગ કરેલ છે
હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ જણાવ્યુ છે કે, માળિયા (મી.) ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં કોઈ કાયમી ડોક્ટર નથી. તે બાબતે યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, ડોક્ટર ન હોવાના કારણે ઘણા દર્દીઓને મોરબી અથવા રાજકોટ સારવાર માટે જવું પડે છે. અને ખાસ કરીને પ્રસુતિના કેશો પણ મોરબી રવાના કરવામાં આવે છે. જેથી સગર્ભા સહિતના દર્દીઓને હળકીનો સામનો કરવો પડતો હોય છે માટે તતકાલિક આ હોસ્પિટલમાં ડોક્ટર મૂકવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો ડોક્ટર નહીં મૂકવામાં આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઅતો કરવામાં આવશે