વાંકાનેરના ઓળ ગામે ખનીજ ખનન માફિયા ઉપર પોલીસની રેડ: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબી બી ડિવિઝન વિસ્તારમાં અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવતી પોલીસ મોરબીમાં રાજ્યમંત્રી અને સાંસદની હાજરીમાં મેગા જોબ ફેર યોજાયો: નોકરી વાંછુક યુવાનો ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે મહિલાઓ - ખેડૂતોને ડિટેઇન કર્યા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦ HIV ગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે મોરબી યોજાનારા કાર્યક્રમોની વર્ચ્યુલી સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમાર હળવદ પત્રકાર એસો.ના પ્રમુખ પદે જગદીશ પરમારની સર્વાનુમતે વરણી મોરબીમાં રેલ્વે સ્ટેશનથી આસ્વાદ પાન સુધીનો રોડ એક સપ્તાહ સુધી બંધ
Breaking news
Morbi Today

મોરબીના માળીયા તાલુકામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ઓનલાઇન મિટીંગ યોજાઇ


SHARE











મહા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબીના માળીયા તાલુકામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ઓનલાઇન મિટીંગ યોજાઇ

મહાસદસ્યતા અભિયાનનાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તેમજ મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘનાં આહવાન મુજબ માળીયા મી. તાલુકામાં સદસ્યતા અભિયાન હાથ ધરવા બાબતે એક ઓનલાઈન બેઠકનું આયોજન ગઇકાલ તા.૧૪-૯ નાં કરવામાં આવેલ હતું.

બેઠકમાં અભિયાન અંગે માર્ગદર્શન પૂરું પાડવા સૌરાષ્ટ્ર સંભાગનાં સહ સંગઠનમંત્રી હિતેશભાઈ ગોપાણી, હળવદ તાલુકા સંગઠનમંત્રી રાજુભાઈ ગોહિલ, વાંકાનેર ઉપાધ્યક્ષ પોપટભાઈ, મોરબી ઉપાધ્યક્ષ રમેશભાઈ હુંબલ જોડાયા હતા. જેમણે સદસ્યતા અભિયાન બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. માળીયા મી. શૈક્ષિક મહાસંઘનાં પ્રમુખ હરદેવભાઈ કાનગડ, મંત્રી સુનિલભાઈ કૈલા, સિનિયર ઉપાધ્યક્ષ રાજેશભાઈ રાઠોડ, સંગઠન મંત્રી કે.કે.લાવડીયા તેમજ ઉપાધ્યક્ષ રમેશભાઈ ચાવડા એમ સમગ્ર માળીયા ટીમે બેઠકમાં 'સદસ્યતા અભિયાન ' બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી વિચારોની આપ-લે કરી હતી. બેઠકમા રાજેશભાઈ બાલાસરા, દિનેશભાઇ કાનગડ વગેરે માળીયા તાલુકાનાં શિક્ષકો પણ જોડાયા હતા અને પોતાના પ્રતિભાવ આપ્યા હતા.ઓનલાઈન બેઠકનું સંચાલન સિનિયર ઉપાધ્યક્ષ રાજેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ દ્વારા બેઠકમા હાજર સર્વેનું સ્વાગત અને બેઠકનાં અંતે આભાર પ્રગટ કરવામાં આવેલ.સાથે સમગ્ર ટીમને એકજુથ થઈ કામ કરવાનું આહવાન પણ અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલ. હિતેશભાઈ ગોપાણી દ્વારા સંગઠન મંત્રનાં નાદ સાથે બેઠકની પુર્ણાહુતી કરવામાં આવી હતી






Latest News