મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર-વિરાટનગર સહિત અનેક જગ્યાઆ મસમોટા ખાડા: વાહન ચાલકો ત્રાહિમામ


SHARE







મોરબીના જેતપર રોડ ઉપર રંગપર-વિરાટનગર સહિત અનેક જગ્યાઆ મસમોટા ખાડા: વાહન ચાલકો ત્રાહિમામ

મોરબીના જેતપર રોડ ઉપર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે જેથી કરીને વાહન ચાલકોને પોતાના વાહન લઇને પોતાના જીવના જોખમે રસ્તા ઉપરથી પસાર થવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને રંગપર વિરાટનગરના બસ સ્ટેન્ડ પાસે મસમોટા ખાડા પડ્યા હોય તેમાંથી રીક્ષા, બાઈક, કાર સહિતના વાહનો લઈને રોડ ઉપરથી નીકળવું જોખમી બની ગયું છે જેથી કરીને આ રસ્તાનું રીપેરીંગ કામ કરવામાં આવે તેના માટે અગાઉ અનેક વખત રજુઆત કરવામાં આવી છે તેમ છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા ભાંગી તૂટી ગયેલા રોડને રીપેર કરવા માટે નક્કર કામગીરી કરવામાં આવી છે જેથી આ રોડ ઉપર આવતા ગ્રામ્ય વિસ્તારની અંદર ગામડામાં રહેતા લોકોને પોતાના જીવના જોખમે મોરબીના જેતપર રોડ ઉપરથી પસાર થવું પડે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી તેની સાથોસાથ આ વિસ્તારની અંદર લગભગ દોઢસો જેટલા નાના-મોટા સિરામિકના અને અન્ય કારખાનાઓ કાર્યરત કરવામાં આવેલ છે જેથી ત્યાં રોજગારી મેળવવા માટે મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવતા જતા હોય છે ત્યારે આ રસ્તા ઉપરના ખાડા તેઓ માટે જીવલેણ સાબિત ન થાય તે માટે વહેલામાં વહેલી તકે રોડ ઉપરના ખાડાને બુરવા માટેની કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે અત્યાર સુધીમાં અનેક વખત મોરબીના જેતપર રોડ ઉપર જીવલેણ અકસ્માતો આ ભંગાર રસ્તાના કારણે સર્જાઈ ચૂકયા છે ત્યારે આગામી દિવસોમાં કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય તે માટે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ રોડનું રીપેરીંગ કામ વહેલી તકે થાય તેવું કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે






Latest News