રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા ૧૦ પૈકીનાં ૩ આરોપીઓના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર


SHARE









મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા ૧૦ પૈકીનાં ૩ આરોપીઓના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર

મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઇ સહિતના ૧૦ આરોપીને પકડવામાં આવેલ છે જે પૈકીનાં ત્રણ આરોપીના રેગ્યુલર જામીન માટે હાઇકોર્ટમા અરજી કરવામાં આવી હતી જેના આજે મંજૂર કરવામાં આવી છે

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે કુલ મળીને ૧૦ આરોપીને પકડ્યા હતા અને તે આરોપીઓ હાલમાં મોરબીની જેલમાં છે અને તે પૈકીનાં ત્રણ  આરોપીના રેગ્યુલર જામીન માટે હાઇકોર્ટમા જામીન અરજી વકીલ મારફતે મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને જજે ત્રણ આરોપીના જામીન માટેની અરજીને મંજૂર કરવામાં આવી છે જેથી કરીને ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા આરોપી પૈકીનાં અલ્પેશ ગલાભાઇ ગોહીલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ અને મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણના જામીન મંજૂર કરવામાં આવ્યા છે જો કે, હજુ પણ ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા જયસુખભાઇ સહિતના ૧૦ આરોપી પૈકીનાં સાત આરોપીઓ મોરબીની સબ જેલમાં છે હાલમાં જે આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ છે તે ત્રણેય આરોપી ઘટના સમયે સિક્યુરીટી ગાર્ડ તરીકે ઝુલતા પુલ ઉપર હાજર હતા






Latest News