દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

હળવદમાં રેલવે ટ્રેન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત


SHARE









હળવદમાં રેલવે ટ્રેન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત

હળવદમાં બસ સ્ટેશન પાછળના ભાગમાં રહેતો યુવાન ઘરમાં કજિયો થતાં ઘરેથી નીકળી ગયો હતો અને તેને રેલ્વે લાઈન ઉપર જઈને રેલવે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની તેના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ શહેરમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા જગદીશભાઈ શીવાભાઈ મકવાણા (૨૨) નામના યુવાને હળવદમાંથી પસાર થતી રેલવે લાઈન ઉપર જઈને રેલ્વે ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું જેથી કરીને તેના શરીરના બે કટકા થઈ જતાં તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને યુવાનના આપઘાતના આ બનાવની કાનાભાઈ રતાભાઇ મકવાણા (૪૫) રહે હળવદ બસ સ્ટેશન પાછળ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાતેતા મુજબની હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનને મગજની તકલીફ હોય ઘણીવાર તે ગાંડા કાઢતો હતો અને ઘરે કજીયો થયા બાદ તે ઘરેથી નીકળી ગયા પછી તેણે રેલ્વે ટ્રેન નીચે પડીને આપઘાત કર્યો છે તેવું તેના પરિવારજનો જણાવી રહ્યા છે




Latest News