મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)માં બારબોરની બંદૂક સાથે ફોટો પાડીને ફેસબુકમાં મૂકનાર સહિત બે શખ્સોની ધરપકડ


SHARE





માળીયા (મી)માં બારબોરની બંદૂક સાથે ફોટો પાડીને ફેસબુકમાં મૂકનાર સહિત બે શખ્સોની ધરપકડ

માળીયા મીયાણાના વાઢ વિસ્તારમાં રહેતા યુવાને તેની પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં જેની પાસે હથિયાર પરવાનો હતો તેના હથિયાર સાથેના ફોટો પાડીને પોતાના ફેસબુક આઇડી ઉપર અપલોડ કર્યો હતો જેથી હાલમાં એસઓજીની ટીમ દ્વારા હથિયારના ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર તથા પરવાના વાળુ હથિયાર ફોટો પાડવા માટે આપનારા શખ્સની સામે ગુનો નોંધી પોલીસે તે બંને શખ્સની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણાના વાંઢ વિસ્તારમાં રહેતા જુનેદભાઈ શકુરભાઈ જેડા જાતે મિયાણા (૨૫) એ બારબોરના હથિયાર સાથેનો ફોટો પાડીને પોતાના ફેસબુક આઇડી ઉપર મૂક્યો હતો. જેની મોરબી જિલ્લા  એસઓજીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા જુનેદભાઈ શકુરભાઈ જેડા પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં તેની પાસે હથિયાર ક્યાંથી આવ્યું ? અને તેણે સમાજમાં ભય ઉભો થાય તે માટે થઈને હથિયાર સાથેનો ફોટો પાડીને પોતાના ફેસબુક આઇડી ઉપર મુકેલ હોય તેને પકડીને પૂછપરછ કરવામાં આવતા તેણે અવેશભાઈ કાદરભાઈ ભટ્ટી જાતે મિયાણા (૪૨) રહે. માળિયા મીયાણા વોર્ડ નં-૧ વાળા પાસે હથિયાર પરવાનો હોય તેના લાયસન્સ વાળા હથિયાર સાથે ફોટો પાડીને પોતાના ફેસબુક આઇડી ઉપર ફોટો અપલોડ કર્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને એસઓજીની ટીમ દ્વારા જુનેદભાઈ સકુરભાઈ જેડા અને આવેશભાઈ કાદરભાઈ ભટ્ટી બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ ૨૯ અને ૩૦ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસેથી પસાર થઈ રહેલ એકટીવાને રોકીને પોલીસે ચેક કરતા એકટીવા ચાલક પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ તેમજ એક્ટિવા નંબર જીજે ૩ એચબી ૮૫૮૯ જેની કિંમત ૨૫૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૨૫૩૭૫ ની કિંમતના મુદ્દામાલ સાથે કપિલભાઈ સુરેશભાઈ પુજારા જાતે લોહાણા (૩૮) રહે રિલિફનગર બ્લોક નંબર ૧૩૩ વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News