રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ગુનેગારોનું આશ્રેય સ્થાન મોરબી !: મહારાષ્ટ્રના છેડતીના ગુનામાં વોન્ટેડ આરોપી મોરબીમાંથી ઝડપાયો


SHARE









ગુનેગારોનું આશ્રેય સ્થાન મોરબી !: મહારાષ્ટ્રના છેડતીના ગુનામાં વોન્ટેડ આરોપી મોરબીમાંથી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાસિક ખાતે નોંધાયેલ છેડતીના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર ઇસમ મોરબી હોવાની બાતમી મળી હતી જેના આધારે નાસીક પોલીસ મોરબી આવી હતી અને અહીં સ્થાનિક પોલીસને સાથે રહીને આરોપીને શોધી નાસિક પોલીસ હવાલે કર્યો હતો.

બનાવની વધુમાં મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાસિક ખાતે નોંધાયેલ આઈપીસી કલમ ૩૫૪(૩) છેડતીના બનાવમાં છેલ્લા ત્રણ વર્ષથી આરોપી ફરાર હતો અને દરમિયાનમાં ત્યાંના એએસઆઈ સુરેશને મળેલી બાતમી અને કોલ ડીટેઇલના આધારે ત્યાંની નીસીક પોલીસ મોરબી આવી હતી અને મોરબી તાલુકા પોલીસનો સંપર્ક કરતા અહીંના ફિરોજભાઈ સુમરા દ્વારા તેઓની સાથે રહીને નાસિકના છેડતીના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી મૃત્યુંજય ઉર્ફે અને સુમન રાકેશ પટેલ ઉમર 24 હાલ રહે રંગ પર મોરબી મૂળ રહે ઉત્તર પ્રદેશ વાળા ને શોધી પકડી પાડ્યો હતો અને આગળની તપાસ સાથે હાલ નાશિક પોલીસ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

નોંધનીય છે કે મોરબીમાં લગભગ દરરોજ એક બહારના રાજ્યની સગીરા કે યુવતી આરોપી સાથે મોરબીમાંથી મળી આવે છે અને અન્ય ગુનેગારો પણ મોરબીના જુદા જુદા કારખાનાઓમાંથી મળી આવે છે એટલે કે બહારના રાજ્યોમાં ગુના આચરીને અહીંના કારખાનાઓમાં મજૂરીકામના બહાને ત્યાંના લેબર કવાટરમાં આરોપીઓ રહેતા હોવાનું સામે આવી રહ્યુ છે માટે સ્થાનિક પોલીસ દ્વારા જે સોફ્ટવેર તૈયાર કરીને તેમાં પરપ્રાંતીય મજુરોના ડેટા મેળવવામાં આવી રહ્યા છે તે અંગે હવે અહિંના સીરામીકના કારખાનેદારોએ પણ સજાગ રહીને નોંધણી કરાવી જોઈએ અન્યથા તેઓના યુનિટમાં પણ કોઈ ઘટના બને તો નવાઈ નહીં.હાલ ગુનેગારોના આશ્રય માટે મોરબી સ્વર્ગ સમાન હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ફડસર ગામના આધેડને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જે અંગે જાણ થતા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે જેમાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના ફડસર ગામે રહેતા લક્ષ્મણસિંહ પલાસિયા નામના ૫૦ વર્ષના આધેડ ફડસર ગામેથી આમરણ બાજુ બાઇક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓના બાઇકને રિક્ષાવાળાએ હડફેટ લેતા લક્ષ્મણસિંહને ઈજા થતા અત્રેની મધુરમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા

મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મચ્છુનગર વિસ્તારમાં રહેતા હંસાબેન મનુભાઈ વાઘેલા નામની ૪૪ વર્ષની મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા વાંકાનેર હાઇવે ઉપર દરિયાલાલ હોટલ નજીક અજાણ્યા બાઇક ચાલકે હંસાબેન વાઘેલાને રસ્તો ઓળંગતા સમયે હડફેટ લેતા હંસાબેનને ઇજાઓ પહોંચી હોવાનું ખુલ્યુ હતું અને હાલ હંસાબેન સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.




Latest News