રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

માળીયા (મી) પોલીસ સ્ટેશનની સામે જ અંબિકા જવેલર્સ નામની દુકાનમાંથી ચાર શખ્સોએ કરી લાખોના દાગીનાની ચોરી


SHARE







માળીયા (મી) પોલીસ સ્ટેશનની સામે જ અંબિકા જવેલર્સ નામની દુકાનમાંથી ચાર શખ્સોએ કરી લાખોના દાગીનાની ચોરી

મોરબી જીલ્લામાં પોલીસ નાઈટ પેટ્રોલીંગ કરી રહી છે કે તસ્કરો તે જ સમજાઈ તેમ નથી કેમ કે તાજેતરમાં મોરબી જીલ્લામાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન સામે જ આવેલ અંબિકા જવેલર્સ નામની દુકાનાના તાળાં તોડીને દુકાનમાંથી ચોરી કરવામાં આવેલ છે અને દુકાનમાં આવેલા ચાર શખ્સો દ્વારા સોના અને ચાંદીના દાગીના મળીને બે લાખના મુદામાલની ચોરી કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તે સીસીટીવી કેમેરાના વિડીયો હાલમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલ છે જો કે, આ બનાવની હજુ સુધી માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ નથી

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનની સામે મૂળ માળીયાના વતની અને હાલમાં ધ્રાંગધ્રા ખાતે રહેતા નિલેશભાઈ રાણપરાની અંબિકા જવેલર્સ નામની દુકાન આવેલ છે જેને તસ્કરોએ નિશાન બનાવેલ છે અને તેમાંથી સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી છે હાલમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત સોમવાર રાતના બે વાગ્યાના અરસામાં ચાર શખ્સોએ તેની દુકાનના તાળાં તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો ત્યાર બાદ ચાંદીના જુદાજુદા બે કિલો વજનના દાગીના અને સોના તેમજ ઇમિટેશનના દાગીના મળીને બે લાખનો મુદામાલ ચોરી કરવામાં આવેલ છે અને આ સમગ્ર ઘટના દુકાનમાં રાખવામા આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ છે અને દુકાનદાર દ્વારા આ અંગેની માળીયા પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં માળીયા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવવા અને ફરિયાદ નોંધવા માટેની કવાયત શરૂ કરી છે જો કે, આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી હજુ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના આ બનાવની ફરિયાદ નોંધાયેલ નથી ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ જવેલર્સની દુકાનમાં ચોરી કરવામાં આવી છે જેથી પોલીસ નાઈટ પેટ્રોલીંગ કરે છે કે તસ્કરો તેને લઈને લોકોમાં ચર્ચા શરૂ થઈ ગયેલ છે




Latest News