મોરબીના વેપારી સહિતનાઓને ધંધો રોજગાર બંધ રાખીને રાજમાતા વિજય કુંવરબા સાહેબની અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીના કારખાનામાં બે મહિનાથી પગાર ન થતાં મજૂરે પગાર માંગતા કારખાનેદારે માર માર્યો !: ગુનો નોંધાયો


SHARE







મોરબીના કારખાનામાં બે મહિનાથી પગાર ન થતાં મજૂરે પગાર માંગતા કારખાનેદારે માર માર્યો !: ગુનો નોંધાયો

મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર નળિયાના કારખાનામાં મજૂરી કામ કરતા આધેડે બે મહિનાનો પગાર લેવાનો બાકી હોય કારખાનેદાર પાસે પગારની માંગણી કરી હતી ત્યારે કારખાનેદારે ગાળો આપીને મંદી ચાલે છે પગાર કરી શકેલ નથી ઉતાવળ હોય તો કામ છોડીને કારખાનાની ઓરડી ખાલી કરીને બીજે કામે જતા રહો તેમ કહીને હાથ વડે માર મારી ડાબા હાથની આંગળી મરડી નાખી હતી અને જાતિ પ્રત્યે હડધૂત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં કારખાનેદારની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ સોખડા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ અમરેલી રોડ ઉપર સૌરાષ્ટ્ર નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા જેસીંગભાઇ ખીમાભાઈ મકવાણા (૫૩)એ સૌરાષ્ટ્ર નળિયાના કારખાનાના માલિક શામજીભાઈ ખોડાભાઈ પટેલ રહે. લીલાપર ગામ તાલુકો મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તે સૌરાષ્ટ્ર નળિયાના કારખાનાની ઓરડીમાં રહીને ત્યાં કામકાજ કરે છે અને કારખાનામાં બે મહિનાથી મંદી હોવાના કારણે પગાર થઈ શકેલ ન હોવાથી ફરિયાદીએ કારખાનેદાર પાસે પગારની માંગણી કરી હતી ત્યારે કારખાનેદારે ગાળો આપીને મંદી ચાલે છે જેથી પગાર કરી શકેલ નથી ઉતાવળ હોય તો કામ છોડીને કારખાનાની ઓરડી ખાલી કરીને બીજે કામે જતા રહેવા માટે થઈને કહ્યું હતું અને હાથ વડે માર મારી ડાબા હાથની આંગળી મરડી નાખી હતી અને ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં કારખાનેદારની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એસસીએસટી સેલના ડીવાયએસપી પી.એસ. ગોસ્વામી ચલાવી રહ્યા છે

વરલી જુગાર
હળવદ તાલુકાના મિયાણી ગામની સીમમાં સંજયભાઈ વાસુદેવભાઈ વાહજોડિયાની વાડીએ વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા સુરેશભાઈ ભીખાભાઈ કૂરિયા જાતે કોળી (૩૧) રહે. મિયાણી અને સંજયભાઈ વાસુદેવભાઈ વાહજોડિયા જાતે પટેલ (૩૭) રહે રણમલપુર વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી ૧૪,૫૨૦ ની રોકડ કબજે કરી છે

દેશીદારૂ
માળિયા કચ્છ હાઇવે ઉપર આવેલો હોનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી પસાર થતી વર્ના કાર નંબર જીજે 1 કેએ ૧૦૮૨ ને રોકીને પોલીસ ચેક કરતા તે કારમાંથી ૮૦ લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતનો દારુ તથા બે લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૨,૦૧,૬૦૦ ના મુદ્દામાલ સાથે નિઝામ ફતેમહમદ મોવર જાતે મિયાણા (૩૧) રહે. કાજરડા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે




Latest News