મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમા શનિવારે વરિયા પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે


SHARE









મોરબીમા શનિવારે વરિયા પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથે સયુંકત પરિવારની પ્રથાને બચાવવાની થીમ ઉપર આ આખો કાર્યક્રમ યોજાશે અને આ છાત્ર સન્માન સમારોહમાં ત્રણ પેઢી એકસાથે રહી સયુંકત પરિવારની પરંપરા અખંડિત રાખનાર વડીલોનું પણ અદકેરું સન્માન કરાશે.

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ વરિયા નગર ખાતે આવેલ વરિયા મંદિરે આવતીકાલે તા. ૨૪ જુનને શનિવારે સાંજે ૭:૩૦ કલાકે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ અને વડીલ વંદના સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન પૂરતો જ સીમિત નહિ રહે. આ કાર્યક્રમમાં સયુંકત કુટુંબની પ્રથા બચાવવાનો મૂલ્યવાન સંદેશ આપવામાં આવશે. અને આજની તારીખે પણ જે ત્રણ ત્રણ પેઢી એક સાથે રહે છે તે વડીલોનું કુનેહ અને સૂઝબૂઝનું પરિણામ છે. આથી આવી સમાજના વડીલોનું સન્માન કરાશે. તેમજ ધો.૧ થી લઈને કોલેજ સુધીના ૮૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. તેમજ વિશિષ્ટ સન્માન પણ કરાશે




Latest News