મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી લારી-ગલ્લાના દબાણો હટાવવા પ્રાંત અધિકારીએ કરેલ આદેશને ઘોળીને પી જતી પાલિકા!


SHARE









મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી લારી-ગલ્લાના દબાણો હટાવવા પ્રાંત અધિકારીએ કરેલ આદેશને ઘોળીને પી જતી પાલિકા!

મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં લારી, ગલ્લા અને પાથરણાના કાયમી દબાણો થઈ ગયા છે અને તેને દૂર કરવા માટેની પાલિકા કે પોલીસ વિભાગ દ્વારા કોઈ તસ્તી લેવામાં આવતી નથી જેથી કરીને દિવસેને દિવસે દબાણો વધી રહ્યા છે ત્યારે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારના લગભગ બે હજાર જેટલા દબાણો દૂર કરવા માટે થઈને મોરબી તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણમાં પત્રકાર દ્વારા અરજી કરાઇ હતી જેથી પ્રાંત અધિકારી દબાણની ખરાઈ કરીને કરેલ કાર્યવાહીના અહેવાલ સાથે તાલુકા સંકલનમાં અચૂકપણે હાજર રહેવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો જો કે અફસોસ કે પાલિકા પ્રાંત અધિકારીના આદેશને પણ ઘોળીને પી ગયેલ છે અને કશું જ કામ કર્યું નથી

દર મહિનાના પહેલા શનિવારે દરેક જિલ્લાના તાલુકામાં તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણની બેઠક મળતી હોય છે અને તેમાં અરજદારો તરફથી જે કોઈ પ્રશ્નો આવ્યા હોય તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવતો હોય છે અને સ્થળ ઉપર જ મોટાભાગના પ્રશ્નો ઉકેલવામાં આવતા હોય છે તેવું વારંવાર તંત્ર તરફથી કહેવામાં આવતું હોય છે પરંતુ હક્કિતે આવું કશું જ હોતું નહીં તેવું હાલમાં સામે આવી રહ્યું છે મોરબી શહેરના લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પત્રકાર હિમાંશુ અનિલભાઈ ભટ્ટ દ્વારા ગત તા ૧૧/૫/૨૩ ના રોજ મોરબી તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણની સમિતિમાં મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર થયેલા લારી, ગલ્લા અને પાથરણાના કાયમી દબાણને દૂર કરવા માટેની અરજી કરવામાં આવી હતી જેથી કરીને પ્રાંત અધિકારીની કચેરી મારફતે આ અંગે પાલિકાના ચીફ ઓફિસરને તા ૧૭/૫ ના રોજ પત્ર લખીને મોરબી શહેરના નેહરૂગેટ ચોક, પરાબજાર, શાકમાર્કેટ, મહારાણા પ્રતાપ સર્કલ, મહેન્દ્રનગર રોડ, લોહાણાપરા, ગાંધી ચોક, સરદાર રોડ, નવા બસ સ્ટેશન જેવા મુખ્ય વિસ્તારોમાં થયેલા દબાણોની ખરાઈ કરીને આગામી સંકલન એટ્લે કે જૂન માહિનામાં જે તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણની સમિતિની બેઠક મળી હોય તેમાં કરેલ કાર્યવાહીના અહેવાલ સાથે અચૂકપણે હાજર રહેવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો જો કે અફસોસ કે પાલિકાના ચીફ ઓફિસર પ્રાંત અધિકારીના આદેશને પણ ઘોળીને પી ગયેલ છે

મોરબી શહેરના નેહરૂગેટ ચોક, પરાબજાર, શાકમાર્કેટ, મહારાણા પ્રતાપ સર્કલ, મહેન્દ્રનગર રોડ, લોહાણાપરા, ગાંધી ચોક, સરદાર રોડ, નવા બસ સ્ટેશન જેવા મુખ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી લારી, ગલ્લા અને પાથરણાના કાયમી દબાણ થઈ ગયા છે તે દબાણે દૂર કરવા માટે પાલિકા દ્વારા કશું જ કામ કરવામાં આવ્યું નથી અને આજની તારીખે પણ લારી, ગલ્લા અને પાથરણાના દબાણ યથાવત છે અને આ દબાણના લીધે રોડ રસ્તા ઉપર ટ્રાફિક, ગંદકી, મારામારી અને ઝઘડા વગેરે જેવા બનાવો બનતા હોય છે તે હકકીત છે ત્યારે લોકોના હિતાર્થે આ દબાણોને દૂર કરવા માટે પાલિકા કે પોલીસ દ્વારા કેમ કોઈ કાર્યાવહી કરવામાં આવી રહી નથી તે પણ તપાસનો વિષય છે જો પાલિકા દ્વારા અંદાજે લારી, ગલ્લા અને પાથરણાના આ બે હજાર જેટલા દબાણોને દૂર કરવામાં આવે તો લોકોને વાહન પાર્ક કરવા માટે પડતી અગવડ સહિતના પ્રશ્નો ઉકેલાઈ જાય તેમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી 

જો કે, ચોક્કસ વિભાગને આર્થિક નુકશાન થશે તેવું ધરીને આ દબાણો હટાવવા માટેનું કામ પાલિકા દ્વારા નથી કરવામાં આવી રહ્યું તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે પરંતુ સૌથી મોટો સવાલએ છે કે, પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલ આદેશ પછી કોઈ કામ તો કરવામાં આવ્યું નથી આટલું જ નહીં પાલિકાએ પ્રાંત અધિકારીને કોઈ જવાબ પણ આપેલ નથી અને પ્રાંત અધિકારીના આદેશની પણ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા અવગણના કરવામાં આવી રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે દબાણોને દૂર કરવામાં લાજ કાઢતા અધિકારીઓએ સરકારી જમીન ઉપર આડેધડ લારી, ગલ્લા અને પાથરણાના દબાણો કરી ગોઠવાઈ ગયેલ છે તેની પાસેથી સરકારી જમીન ખુલ્લી કરાવશે તેવી આશા રાખવી પણ અતિશયોક્તિ સમાન છે તો પછી દબાણ કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગના ગુના દાખલ કરવામાં આવે તેવું તો હાલના સંજોગોમાં દેખાતું નથી




Latest News