મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ મંદિરે પ્રસાદ યોજીને સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE









મોરબીમાં જલારામ મંદિરે પ્રસાદ યોજીને સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ

ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ સમગ્ર દેશનુ ગૌરવ સમા વિઠ્ઠલભાઈ રાદડીયાનો જન્મ તા.૮-૧૧-૧૯૫૮ ના રોજ થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન સામાજીક, રાજકીય, ધાર્મિક સહીતના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્રને ગૌરવ અપાવ્યુ છે. નિડર તેમજ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાનુ તા.૨૯-૭-૨૦૧૯ ના રોજ દુઃખદ અવસાન થયુ હતું ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત શોકમગ્ન થયુ હતુ. પરંતુ તેમના કર્મોની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલ છે ત્યારે તેમની ચતુર્થ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબીના શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ-એસ્સાર પેટ્રોલ પંપ-ત્રાજપર વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા દ્વારા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે કૃષિતભાઈ સુવાગીયા, મંગળજીભાઈ સુવાગીયા, જમનભાઈ સુવાગીયા, મુકેશભાઈ રામાણી (ડેલ્ટા સ્ટોન), ધર્મેશભાઈ રામાણી (ઝેનેક્સ પોલિપેક), નરેન્દ્રભાઈ સંઘાત (ઉપપ્રમુખ, સિરામિક એસોસિયેશન) સહીતના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, ભાવીનભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા સહીતના અગ્રણીઓએ સૌરાષ્ટ્રના ખરા લોકસેવક એવા સ્વ.વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.




Latest News