મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીની લખધીરપુર ચોકડીથી ગામ સુધીના ભંગાર રોડથી ગ્રામજનો-કારખાનેદારો ત્રાહિમામ


SHARE









મોરબીની લખધીરપુર ચોકડીથી ગામ સુધીના ભંગાર રોડથી ગ્રામજનો-કારખાનેદારો ત્રાહિમામ

મોરબીની લખધીરપુર ચોકડીથી લખધીરપુર ગામ સુધી અનેક સીરામીકના કારખાના અને નાના મોટા ઉદ્યોગ તથા ધંધા આવેલા છે જ્યાં મોટી સંખ્યામાં લોકો રોજગારી માટે થઈને અવરજવર કરતા હોય છે તેની સાથોસાથ આ રસ્તા ઉપરથી કારખાનાઓમાં આવતો કાચો માલ તથા પાકો માલ લઈને આવાગમન કરતાં વાહનો પણ પસાર થતા હોય છે જોકે, એક બે મહિના કે વર્ષ નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મોરબીની લખધીરપુર ચોકડીથી લઈને લખધીરપુર ગામ સુધીનો રસ્તો અતિબિસ્માર હાલતમાં છે અને રસ્તા ઉપર મોટા ખાડા પડી ગયા છે અને એકથી દોઢ ફૂટના ખાડા હોવાથી વાહન ચાલકોને પોતાના વાહન લઈને લખધીરપુર રોડ ઉપરથી પસાર થવું એટલે માથાના દુખાવા સમાન બની જાય છે હાલમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી આ રોડનું કામ કરવામાં આવ્યું નથી જેના કારણે આ ભંગાર રસ્તા ઉપરથી વાહન ચાલકો પસાર થાય એટલે તેના વાહનોમાં નુકસાની થાય છે તેની સાથે તેઓને શારીરિક નુકસાની થવાની શક્યતાઓ રહેતી હોય છે તેમજ ઠેક ઠેકાણે રસ્તા ઉપર ખાડા પડી ગયા છે જેમાં મોરમ અને માટી નાખવામાં આવતી હોય અવારનવાર ત્યાં રસ્તા ઉપર વાહનો ફસાઈ જતા હોય છે અને વાહનો રસ્તા ઉપર ફસાઈ જવાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ ત્યાં સર્જાતી હોય છે આટલું જ નહીં પરંતુ ડમ્પર, ટ્રક જેવા ભારે વાહનોની અંદર માલ ભરીને જ્યારે વાહન ચાલકો આ ભંગાર રસ્તા ઉપરથી પસાર થતા હોય છે ત્યારે વાહન પલટી મારી જાય અને અન્ય કોઈ વ્યક્તિ માટે જીવલેણ બને તેવી પણ ભીતિ સેવાઈ છે જેથી કરીને આ રોડ ઉપર પડેલા ખાડાઓને વહેલામાં વહેલી તકે પુરવા માટે ગ્રામજનો અને કારખાનામાં રોજગારી મેળવવા માટે જતા લોકો માંગ કરી રહ્યા છે જોકે તંત્ર દ્વારા આ માંગણીને ધ્યાને લેવામાં આવશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે કારણ કે, છેલ્લા ઘણા વર્ષોથી આ ભંગાર રસ્તાને રીપેર કરવા માટેની તસ્દી પણ અધિકારીઓ કે સ્થાનિક પદાધિકારીઓ દ્વારા લેવામાં આવી નથી તે હકીકત છે




Latest News