મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુરમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાસભાગ: છ જુગારી પકડાયા, પાંચ ફરાર


SHARE









હળવદના ડુંગરપુરમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાસભાગ: છ જુગારી પકડાયા, પાંચ ફરાર

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે ખોડીયાર માતાજીના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી અને સ્થળ ઉપરથી પાંચ જુગારીઓ નાસી ગયા હતા જોકે પોલીસે છ જુગારીઓને પકડીને ૧૦,૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલ છે અને નાસી છૂટેલા આરોપીઓને પકડવા માટે ગતિવિધિ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ડુંગરપુર ગામે આવેલ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ડાયાભાઈ વેરશીભાઈ વિઠલાપરા (૫૦), મનસુખભાઈ સોમાભાઈ મારવાણીયા (૪૦), માત્રાભાઈ માધાભાઈ ભુંડિયા (૬૦), રસિકભાઈ કુકાભાઈ વિઠલાપરા (૩૨), કુકાભાઈ સોમાભાઈ દલસાણીયા (૩૫) અને વિજયભાઈ ઉર્ફે કાળુ શાંતિલાલ મારવાણીયા (૧૯) રહે. બધા ડુંગરપુર વાળા સ્થળ ઉપરથી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૨૦૦ ની રોકડ કબજે કરી હતી જોકે પોલીસે રેડ કરી ત્યારે સ્થળ ઉપરથી રતિભાઈ ભાનુભાઈ આકરિયા, ભોજાભાઇ વજાભાઈ આકરિયા, ભાવેશભાઈ વસ્તાભાઈ વિઠલાપરા, રાજેશભાઈ પ્રેમજીભાઈ ઇંદરિયા અને ગોપાલભાઈ ગોરધનભાઈ કુકાવાવા રહે. બધા ડુંગરપુર વાળા નાસી ગયા હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે થઈને તજવી શરૂ કરી છે




Latest News