મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીવાસીઓ માટે ડિજિટલ માધ્યમ થકી મારી માટી, મારો દેશ અભિયાનમાં જોડાવાનો અવસર


SHARE













મોરબીવાસીઓ માટે ડિજિટલ માધ્યમ થકી મારી માટી, મારો દેશ અભિયાનમાં જોડાવાનો અવસર

દેશભરમાં વર્ષ દરમ્યાન ‘‘આઝાદીના અમૃત મહોત્સવ’’ની અમૃતમય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ ઉજવણીની પૂર્ણાહુતિને ભવ્યાતિભવ્ય બનાવવા જનભાગીદારી થકી દેશમાં સાર્વત્રિક અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. દેશનાં વીર સપૂતોને વીરાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશ્ય સહ સરકાર દ્વારા "મારી માટી, મારો દેશ" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ દેશના અનેક વીરો - મહાપુરુષો કે જેઓએ આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી દેશ માટે શહીદી વહોરી હતી, તેમને શત શત વંદન કરવા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.


દેશનાં વીરોને સમર્પિત "મારી માટી, મારો દેશ" મહાઅભિયાનમાં ડિજિટલ માધ્યમ થકી મોરબીવાસી પણ  ભાગીદારી સુનિશ્ચિત કરી શકે છે. ડીજીટલ યુગમાં લોકોને ડિજિટલ પ્લેટફોર્મ પર ઘરે બેઠા જોડાવા માટે સરકાર દ્વારા https://merimaatimeradesh.gov.in/ વેબસાઈટ વિકસાવવામાં આવી છે. આ વેબસાઈટ ઉપર જતા "પ્રતિજ્ઞા લો"નું બટન દેખાશે. તેના પર ક્લિક કર્યા બાદ નામ, મોબાઈલ નંબર, રાજ્ય, જિલ્લા સહિતની વિગતો ઉમેર્યા બાદ "પંચ પ્રણ" પ્રતિજ્ઞાનું વાંચન કર્યા બાદ "સબમિટ" બટન પણ ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વૃક્ષારોપણ, માટી, દીવો, રાષ્ટ્રધ્વજ સાથેનો કોઈપણ ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા બાદ તમારા નામ સાથેનું "સર્ટિફિકેટ" ડાઉનલોડ કરી શકશો. આમ જુદા જુદા માત્ર ૪ સ્ટેપ અનુસરીને ઘરે બેઠા આ મહાઅભિયાનમાં જોડાઈ આજે જ તમારી ભાગીદારી નોંધાવી અમૃતમય ઉજવણીમાં સહભાગી બની શકાશે.






Latest News