રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં જમીનનો સોદો રદ્દ થતાં ગુમ થયેલ જમીન મકાનના ધંધાર્થી હેમખેમ મળ્યા


SHARE









મોરબીમાં જમીનનો સોદો રદ્દ થતાં ગુમ થયેલ જમીન મકાનના ધંધાર્થી હેમખેમ મળ્યા

મોરબીના બાયપાસ રોડે આવેલ આંનદનગરમાં રહેતા જમીન મકાનના ધંધાર્થી આધેડે જમીન માટે સગા વ્હાલા પાસેથી રૂપિયા લીધા હતા જો કે, જમીનનો સોદો રદ્દ થતાં તેની પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી કરીને તે ગુમ થઈ ગયા હતા જે વડોદરા ખાતેથી હેમખેમ મળી આવેલ છે

મોરબીમાં બાયપાસ રોડે આવેલ આંનદનગરમાં રહેતા અને જમીન મકાનની લેવેચનું કામ કરતાં અશોકભાઈ કરશનભાઇ ભટ્ટી ગત તા. ૨૩ થી ગુમ થયા હતા જેથી પરિવારજનો તેને શોધી રહયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જેની ગુમસુદા નોંધ કરીને તેને શોધવા માટેની કવાયત કરવામાં આવી હતી. તે આધેડ હેમખેમ મળી આવ્યા હોવાથી પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વધુમાં મળતી માહિતી મુજબ અશોકભાઈ જમીન મકાન લેવેચનું કામ કરતાં હતા અને તેને જમીન લેવા માટે ૩૨ લાખ લીધા હતા અને ત્યાર બાદ તે જમીનનો સોદો રદ્દ થયેલ હતો અને સગા સંબંધીએ રૂપિયાની માંગણી કરતાં તે રૂપિયા આપી શકે તેમ ન હતા જેથી કરીને તે ચાલ્યા હતા અને તે અહીથી વડોદરા તેના મિત્ર પાસે જતાં રહ્યા હતા




Latest News