મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે કલેકટર-ધારાસભ્યની હાજરીમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો


SHARE















મોરબીના ઘૂટું ગામે કલેકટર-ધારાસભ્યની હાજરીમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં મારી માટી મારો દેશઅભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી તાલુકાના ઘુંટુ ગામે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા તેમજ હળવદ-ધ્રાગંધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની પ્રેરક ઉપસ્થિતિમાં મારી માટી મારો દેશકાર્યક્રમ યોજાયો હતો.


આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રમાં વીરોને વંદન કરવાનો આ મારી માટી મારો દેશકાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય પણ આ કાર્યક્રમમાં અનેરા ઉત્સાહ સાથે સહભાગી બની રહ્યું છે. જે અંતર્ગત આપણા મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે મોરબી જિલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયતો ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે હેઠળ કળશમાં દરેક ગામની માટી એકત્ર કરવામાં આવશે આ કળશ ૧૭ તારીખે વાજતે-ગાજતે તાલુકા મથકે લઈ આવવામાં આવશે. જ્યાંથી પાંચ તાલુકામાંથી પાંચ કળશ રાષ્ટ્ર કક્ષાએ દિલ્હી લઈ જવામાં આવશે અને ત્યાંની અમૃત વાટિકામાં આ કળશ અર્પણ કરવામાં આવશે. વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આપણને મળેલી આઝાદી ત્યારે જ સાર્થક થાય જ્યારે આપણે સુરક્ષા માટે કાર્યરત વિવિધ પાંખોના રક્ષા વીરોનું સન્માન કરીએ.

આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે ૨૦૪૭ માં આપણો ભારત દેશ વિકસિત હશે, આપણે ભાગ્યશાળી છીએ કે આપણું ભવિષ્ય ઉજળું બનાવનાર નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન મળ્યા છે. આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આઝાદી પાછળ સંઘર્ષ કરનાર વીરોની વીરગતિ યાદ કરવાના આશય સાથે સરકારે આ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પ્રસંગે કલેકટર, ધારાસભ્ય તેમજ સહિતનાઓએ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી અને કળશમાં માટી અર્પણ કરી કલેકટર તેમજ ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ આ કળશ ગામના સરપંચના પ્રતિનિધી દેવજીભાઈ પરેચાને અર્પણ કર્યો હતો. મારી માટી મારો દેશઅભિયાન અંતર્ગત શિલાફલકમ, વીર વંદના, પંચ પ્રાણપ્રતિજ્ઞા, વસુધા વંદન અને રાષ્ટ્ર વંદન સાથે ધ્વજ વંદન વગેરે કાર્યક્રમો યોજાયા હતા.

હાથમાં દિપક લઈ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અથાગ પરિશ્રમ કરીશું, ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નાબૂદ કરીશું, આપણા દેશના ભવ્ય વારસા પર ગર્વ લઈશું અને તેનું જતન કરીશું, આપણા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કામ કરીશું, રાષ્ટ્ર પ્રત્યેની અમારી અતૂટ ફરજો પુનઃપુષ્ટિ કરી પાલન કરીશુંની પ્રતિજ્ઞા લીધી હતી અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર સાથે હળવદ-ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ ઝાલા મામલતદાર નિખિલ મહેતા, નાયબ મામલતદાર સંજય બારૈયા, શાળાના આચર્ય મનિષાબેન સાણંદિયા તેમજ સ્થાનિક અગ્રણીઓ ગ્રામજનો શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા






Latest News