મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત મોરબી નજીક કારખાનાના ટીસીમાં તોડફોડ કરીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 3.11 લાખનો મુદામાલ કબ્જે 
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ૧૩ લાખથી વધુનો દારૂ-બીયર ઝડપાવાના ગુનામાં વધૂ એક આરોપીની ધરપકડ


SHARE













મોરબી નજીકથી ૧૩ લાખથી વધુનો દારૂ-બીયર ઝડપાવાના ગુનામાં વધૂ એક આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના સોખડા ગામ પાસે આવેલ કિશનગઢ ગામે વર્ષ ૨૦૨૨ ના સપ્ટેમ્બર માહિનામાં દારૂની રેડ કરી હતી ત્યારે ૧૩ લાખથી વધુનો દારૂ અને બિયરનો જથ્થો પકડવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી તાલુકાના સોખડા ગામ પાસે આવેલ કિશનગઢ ગામે વર્ષ ૨૦૨૨ ના સપ્ટેમ્બર માહિનામાં દારૂની મોટી રેડ એલસીબીની ટીમે કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ટ્રકમાં ભરેલ વિદેશીદારૂ-બીયરની ૧૧,૦૫૨ બોટલો જેની કિંમત ૧૩,૨૩,૬૦૦ તથા ટ્રક મળી કુલ ૨૦,૨૩,૬૦૦ ના મુદામાલ સાથે ટ્રક નંબર જીજે ૭  ઝેડ ૭૫૨૪ ના ચાલક મદન અજુદી કન્હેદી વિશ્વકર્મા જાતે મીસ્ત્રી રહે. ધીરાજ ગામ જેરથ એમપી વાળાની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ આ ગુનામાં પોલીસે મંગાવનાર મુખ્ય આરોપી નયનભાઇ રાયકભાઇ બળદા અને બીજા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને મોરબી તાલુકા પોલીસ મથકના ગુનાની તપાસ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એન. ભટ્ટ  અને તેની ટીમ કરી રહી છે અને તેને હાલમાં આ ગુનામાં આરોપી જાકીર ઉર્ફે જાકો હબીબભાઈ જેડા જાતે મિયાણા ની ધરપકડ કરેલ છે અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે 






Latest News