હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિલા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત મોરબી નજીક કારખાનાના ટીસીમાં તોડફોડ કરીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 3.11 લાખનો મુદામાલ કબ્જે  વાંકાનેરમાંથી ચોરી કરેલ સ્કૂટર સાથે રાજકોટનો શખ્સ પકડાયો મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ
Breaking news
Morbi Today

મોરબીમાં શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મૌન ધરણાં


SHARE













મોરબીમાં શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મૌન ધરણાં

શિક્ષકોના પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને મોરબીની ડીઇઓ કચેરી ખાતે શિક્ષકો દ્વારા મૌન ધરણા કરવામા આવ્યા હતા અને સરકારે જે માંગણીઓને સસ્વીકારી હતી તેનો અમલ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘના હોદેદારોએ જણાવ્યુ છેકેરાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નો માટે અગાઉ મુખ્યમંત્રીશિક્ષણમંત્રીશિક્ષણ સચિવ અને નાણા વિભાગના અધિકારીઓની હાજરીમાં મિટિંગ મળી હતી અને વિધાનસભાની ચૂંટણી પહેલા મળેલ મિટિંગમાં તમામ માંગણીઓ સરકારે સ્વીકારી હતી. જો કેતેને લઈને મંત્રી દ્વારા પડતર પ્રશ્નો ઉકેવા માટે કોઈ પરિપત્ર કરેલ નથી જેથી કરીને આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી જેથી કરીને આજે મોરબી શાળા સંચાલક મંડળ, મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ, મોરબી જિલ્લા આચાર્ય સંઘ અને મોરબી જિલ્લા વહીવટી સંઘ દ્વારા મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ પાસે આવેલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે મૌન ધરણા કરવામાં આવ્યા છે






Latest News