મોરબી નજીક કારખાનાના ટીસીમાં તોડફોડ કરીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 3.11 લાખનો મુદામાલ કબ્જે  વાંકાનેરમાંથી ચોરી કરેલ સ્કૂટર સાથે રાજકોટનો શખ્સ પકડાયો મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં ફોટો વિડીયો એસો. પરિવારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં ફોટો વિડીયો એસો. પરિવારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી ફોટો વિડીયો એસોસિએશન પરિવારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામા આવ્યો હતો અને મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ દશા શ્રીમાળીની વાડી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેજી થી લઈને કોલેજ સુધીના કુલ મળીને ૧૧૧ વિદ્યાર્થીઓને ધારાસભ્ય, આગેવાનો, પત્રકારો સહિતઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, રમેશભાઈ રૂપાલા, વાંકાનેરના ફોટોગ્રાફર ભાટી એન. તેમજ મોરબી ફોટો વિડીયો એસો.ના પ્રમુખ મહાદેવભાઈ ઉભડિયા, ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ તેમજ કારોબારીના સભ્યો સહિતના લોકો પોતાના પરિવારજનો સાથે હાજર રહ્યા હતા આ ઉપરાંત મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ વ્યાસ, જીગ્નેશભાઈ ભટ્ટ, મહેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ જોષી તેમજ શ્રીકાંતભાઈ પટેલ સહિતના પત્રકારો પણ ત્યાં હાજર હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સંસ્થાના પ્રમુખ સહિતના તમામ સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સફળ સંચાલન મોરબી ફોટો વિડિયો એસો.ના માલયભાઇ દફતરી દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News