મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના સીરામીક ઉદ્યોગકારને આપેલ ચેક રિટર્ન થતાં વેપારીને ડબલ રકમનો દંડ-એક વર્ષની સજા


SHARE













મોરબીના સીરામીક ઉદ્યોગકારને આપેલ ચેક રિટર્ન થતાં વેપારીને ડબલ રકમનો દંડ-એક વર્ષની સજા

મોરબીના સિરામિક કારખાનામાંથી માલ લેનારા વેપારીએ રકમ ચૂકવવા માટે જે ચેક આપ્યો હતો તે ચેક રિટર્ન થયો હતો જેથી કરીને કારખાનેદારે કેસ કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી વેપારીને વેપારીને ડબલ રકમનો દંડ અને એક વર્ષની સજા ફટકારી છે

મોરબીના રંગપર પાસે આવેલ એસ્ટીલા સીરામીક પ્રા.લી.ના કાયરેકટર ભરતભાઇ બાલુભાઇ પટેલને દિલ્હીના મેટ્રીકસ ઇન્ટરનેશનલ ટ્રેડીંગ કંપનીના વેપારી સીરાજ એહમદે સીરામીક વોલ ટાઇલ્સની લેણી રકમ પેટેનો ૩૨,૭૪,૨૬૪ નો ચેક આપેલો હતો જે ચેક બેન્કમાં રજુ કરતા અપુરતી બેલેન્સનાં કારણે ચેક પરત ફરતા એસ્ટીલા સીરામીક પ્રા.લી.ના ડાયરેકટર ભરતભાઇ બાલુભાઇ પટેલે દિલ્હીના વેપારી સીરાજ અહેમદ સામે ચેક રીટર્નોનો કેસ વર્ષ ૨૦૨૨ થી કર્યો હતો જે કેસ મોરબીનબી કોર્ટમાં ચાલી જતાં રજુ થયેલ પુરાવા અને ફરીયાદ પક્ષની ઘારદાર રજુઆતો અને કાયદાકીય દલીલો સાંભળીને મોરબીની કોર્ટે આરોપી સીરાજ અહેમદને એક વર્ષની સાદી કેદની સજા અને વળતર તરીકે ચેકની ડબલ ૨કમ રૂપિયા ૬૫,૪૮,૫૨૮ નો દંડ ફટકારતો હુકમ કરેલ છે અને આ કેસનો ફરીયાદ પક્ષના વકીલ તરીકે મોરબીના સિનિયર વકીલ ભાવેશભાઇ ડી. ફુલતરીયા (એડવોકટ એન્ડ નોટરી) તથા રાજેશભાઇ જોશી રોકાયેલ હતા.






Latest News