મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદદ્વારા આયોજિત રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં નવયુગ સ્કૂલ વિજેતા


SHARE













મોરબીમાં ભારત વિકાસ પરિષદદ્વારા આયોજિત રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં નવયુગ સ્કૂલ વિજેતા

મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ૨૦૨૩ મા પણ બાળકોમાં રાષ્ટ્રીય ચેતના જગાવવા તથા સંસ્કારના સિંચન માટે "રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા" ૨૦૨૩ નું આયોજન ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોરબીની નામાંકિત પાંચ સ્કૂલોએ ભાગ લીધો હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી રણછોડભાઈ કુંડારીયા, લલીતભાઈ ભાલોડિયા  ઉપસ્થિત રહ્યા હતા અને    કાર્યક્રમના આર્થિક સહયોગી તરીકે દિવ્યકાંતભાઈ (વોલ સેરા સીરામિક)નો સહયોગ મળેલ હતો અને નિર્ણાયક તરીકે લોક સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા અને ભાર્ગવભાઈ દવે હાજર રહ્યા હતા આ સ્પર્ધામાં પ્રથમ નંબરે નવયુગ વિદ્યાલય, બીજો નંબરે સાર્થક વિદ્યાલય અને ત્રીજા નંબરે નિલકંઠ વિદ્યાલય વિજેતા બની હતી જેને શિલ્ડ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થી અને તેમના વાલીઓ તેમજ સંગીત શિક્ષક અને સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ છૈયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદનાં પ્રમુખ ડો. જયેશભાઇ પનારા, મંત્રી હિમંતભાઇ મારવાણીયા, કોષાધ્યક્ષ  ચિરાગભાઈ હોથી, પૂર્વ પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ હરેશભાઈ બોપલિયા, ધ્રુમીલભાઈ આડેસરા, હિરેનભાઇ ધોરિયાણી, ઉત્સવભાઇ દવે, વિપુલભાઈ અમૃતિયા, કૌશિકભાઈ અઘારા, રાજેશભાઈ સુરાણી  વગેરે હાજર રહ્યા હતા






Latest News