મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી શહેર, તાલુકા અને હળવદમાં જુગારની ત્રણ રેડ: ૧૩ જુગારી પકડાયા


SHARE













મોરબી શહેર, તાલુકા અને હળવદમાં જુગારની ત્રણ રેડ: ૧૩ જુગારી પકડાયા

મોરબીના જેતપર રોડે આવેલ પાવરીયાળી કેનાલ પાસે સીરામીક કારખાનાની દીવાલની પાછળના ભાગમાં, લીલપર રોડે આવાસ યોજનામાં અને હળવદમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરી હતી જુગાર રમતા ૧૩ જુગારી મળી આવ્યા હતા જેથી પોલીસે જુગારીઓને પકડીને તેની સામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ પાસે ક્યુરા સીરામીકની દિવાલ પાછળ જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી દિનેશભાઈ ભીખાભાઈ ઝાલા (૪૨), હસમુખભાઈ અમરશીભાઈ મકવાણા (૨૩), દેવજીભાઈ પરસોતમભાઈ ચાવડા (૩૫), રાજેશભાઈ રમેશભાઈ રાઠોડ (૩૦), અલ્પેશભાઈ મેરામભાઇ માધર (૨૧) અને જયેશભાઈ લક્ષમણભાઇ વાણીયા (૩૪) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૫,૫૫૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ જીઆઇડીસીમાં આવેલ શિવ કોમ્પલેક્ષની બાજુમાં વડવાળા દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી રણજીતભાઈ રમેશભાઈ કલોતરા (૩૨), મહિપાલભાઈ મહેશભાઈ કલોતરા (૩૩), અજમલભાઈ છગનભાઈ ભુંભરીયા (૩૫) અને મેહુલભાઈ જેસીંગભાઇ બાર (૩૪) રહે. બધા હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૦,૨૦૦ ની રોકડ કબજે કરી આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ઇબ્રાહિમભાઈ સલિમભાઈ માણેક (૨૩), અલ્તાફભાઈ પુનુસભાઇ દાવલિયા (૧૯) અને સીદીકભાઈ કદરભાઇ સેડાત (૩૨) રહે બધા જ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૫૫૯૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News