મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીની બોડાસર પ્રાથમિક શાળા ખાતે એક દિવસીય મેડિકલ કેમ્પ યોજાયો


SHARE













મોરબીની બોડાસર પ્રાથમિક શાળા ખાતે એક દિવસીય મેડિકલ કેમ્પ યોજાયો

સ્વ શ્રીમતી રેખાબેન જયેન્દ્રભાઈ સંઘવી (મુંબઈ) ની પુનિત યાદમાં ડૉ હસ્તીબેન મહેતાના એક દિવસીય કેમ્પનું આયોજન બોડાસર પ્રાથમિક શાળા, રણછોડ નગર, મોરબીમાં કરવામાં આવ્યું હતુ.આ દિવસે ડો.હસ્તીબેન મહેતાના હાથે સવારે ૮ વાગ્યે ધ્વજવંદન કાર્યક્રમ રાખેલ ત્યાર બાદ ૯ વાગ્યે કેમ્પ શરૂ કર્યો.દર્દીનું વજન કરીને ત્રણ દિવસની ફ્રી દવા સાથે જરૂરિયાત મુજબ બ્લડ સુગર ટેસ્ટ તથા બીપી ચેક કરી આપેલ .હાલમાં આંખો આવવાના દર્દી વધુ હોય તેમને ડો સુરેશભાઈ કાલરીયા ( સિવિલ હોસ્પિટલ) દ્વારા તપાસી આંખના ટીપાં તેમજ દવા આપવામાં આવેલ.દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ.આ કેમ્પને સફળ બનાવવા સ્કૂલ આચાર્ય જનક ભટ્ટ અને શિક્ષક રજનીશ ગોપાણી તેમજ સરપંચ સવજીભાઈ નકુમે તથા ત્યાંના રહેવાસી અને બાળકો તેમજ તેમના વાલીઓએ ખૂબ સહકાર આપેલ.કેમ્પમાં સહાયક તરીકે ચંદ્રલેખાબેન મહેતા, રશ્મિનભાઈ દેસાઈ, જીગ્નેશભાઈ કોઠારી તેમજ કૌશીકાબેન રાવલે સેવા આપી હતી.






Latest News