મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ અને મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા ૧૦ પકડાયા


SHARE













મોરબીના ઘુંટુ અને મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા ૧૦ પકડાયા

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમતા પાંચ પતાપ્રેમીઓ મળી આવતા પાંચેયની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.તે રીતે જ મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે તેઓએ મકનસર ગામે જુગારની રેડ કરી હતી અને ત્યાં શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રહેલા પાંચની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે ઘુંટુ ગામે રેડ કરવામાં આવી હતી.જ્યાં ઘુંટુ ગામે હરીનગરમાં હનુમાન મંદિરની પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમવામાં આવી રહ્યો હોય પોલીસે સ્થળ ઉપરથી દયારામ શામજીભાઈ સોરીયા પટેલ (૬૨) રહે.હરીનગર ઘુંટુ તા.મોરબી, નરેન્દ્ર ઉર્ફે નલ્લો અમૃતલાલ પાટડીયા સોની (૫૦) રહે આર્ય સમાજની વાડી પાસે લખધીરવાસ ચોક મોરબી, અજીત મેઘજીભાઇ સોઢા ખવાસ (૫૦) રહે.રાજીવનગર પીપળી તા.જી.મોરબી, ઘનશ્યામ ઉર્ફે હકા ડાયાભાઇ ગોહિલ કારડીયા (૪૦) રહે.માથક મલવાસ તા.હળવદ જી.મોરબી અને રાઘવજી ભૂરાભાઇ પરેચા પટેલ (૬૩) રહે.હરિનગર ઘુંટુ તા.જી.મોરબી વાળા જાહેરમાં જુગાર રમતા મળી આવતા પાંચેયની સામે જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધીને પોલીસ દ્રારા સ્થળ ઉરરથી રોકડા રૂપિયા ૬૧,૧૫૦ જપ્ત કરવામાં આવ્યા હતા.

જુગારની બીજી રેડ મોરબી તાલુકા પોલીસ દ્વારા તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા વાંકાનેર હાઇવે ઉપરના મકનસર ગામે સીતારામ નગર વિસ્તારમાં કરવામાં આવી હતી.જ્યાં સીતારામ નગર વિસ્તારમાં શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોય સ્થળ ઉપરથી જીતેન્દ્ર ઈશ્વરભાઇ નારણીયા કુંભાર (૩૩), દીપક કાળુંભાઇ ગાપુસા કોળી (૪૫), સુરેશ માવજીભાઇ તલસાણીયા કોળી (૩૦), અશોક બાબુભાઇ ખાંભલા કોળી (૩૨) અને દિનેશ ગોરધનભાઇ બોપલિયા કુંભાર (૪૩) જાહેરમાં જુગાર રમતા મળી આવતા તેઓની રોકડા રૂપિયા ૧૯,૩૫૦ સાથે ધરપકડ કરીને પાંચેયની સામે જુગારધારા કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

યુવાનનું મોત

મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા યમુનાનગર વિસ્તારમાં રહીને કારખાનામાં મજૂરી કામ કરતા અનિલકુમાર હોરીલાલ દોહરે નામના ૪૫ વર્ષના યુવાનને તા.૧૭ ના સવારે સાતેક વાગ્યે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જ્યાં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસીને અનિલકુમાર દોહરે નામના મૂળ યુપીના યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ અંગે પોલીસમાં જાણ કરતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યુ હતુ કે હાર્ટ એટેકના લીધે યુવાનનું મોત નીપજયુ હતું.






Latest News