મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાંથી બાઇક ચોર પકડાયો


SHARE













મોરબીમાંથી બાઇક ચોર પકડાયો

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ બાઇક ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ કરી રહ્યો હતો ત્યારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા અને બાતમીદારોના આધારે હાલમાં મોરબી શહેરમાંથી ગત જાન્યુઆરી માહિનામાં નાની કેનાલ રોડ ઉપરથી બાઈકની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપી વિક્રમસિંહ જીવુભા ઝાલા (૪૦) રહે.પંચાસર તાલુકો મોરબી વાળની ધરપકડ કરેલ છે અને તેને બાઇકની ચોરી કરેલ હોવાની પોલીસને કબુલાત આપી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

વાહન અકસ્માત
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા ખાતે રહેતા ઈકબાલ કરીમભાઇ માલાણી નામનો ૨૨ વર્ષનો યુવાન મોરબીના રેલ્વે સ્ટેશન પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં ત્યાં તેનું બાઈક સ્લીપ થઈ જતા રેલ્વે સ્ટેશન પાસેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો.

પિતા-પુત્રને ઈજા
મોરબીના નાનીવાવડી ગામે રહેતા કેતનભાઇ જયંતીભાઈ બસીયા (ઉમર ૩૩) અને તેમના પુત્ર યુગ કેતનભાઈ (ઉંમર ૭) ને ઇજાઓ પહોંચતા બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ રાત્રિના સમયે કબીર આશ્રમ પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે તેમનું બાઈક ઢોર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બંનેને ઈજા થતાં સારવાર માટે સિવિલે લવાયા હતા અને એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News