મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી કાલે સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાશે


SHARE













મોરબી કાલે સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાશે

મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલયનુ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે કાલે ઉદઘાટન કરવામાં આવશે અને ત્યારે સંતો-મહંતોની હાજરીમાં હનુમાન ચાલીસાના પાઠ તથા દીપપ્રાગટ્ય કરીને સર્વ હિન્દુ સંગઠન દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવશે

મોરબીમાં પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ સર્વ હિન્દુ સંગઠન દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવાનુ આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત જન્માષ્ટમીના પાવનપર્વ નિમિતે વિશાળ શોભાયાત્રા તેમજ વિવિધ સ્થળે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મટકીફોડ કાર્યક્રમો યોજાશે ત્યારે સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવના મધ્યસ્થ કાર્યાલયનુ શહેરના અયોધ્યાપુરી રોડે આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે કાલે તા. ૧૯ ને શનીવારના રોજ સાંજે ૭ કલાકે સંતો મહંતોની હાજરીમાં હનુમાન ચાલીસાના પાઠ તેમજ દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ)ગાંડુભગત (મચ્છુ માં ની જગ્યા)નાગરાજબાપુ (નકલંક ધામ-જાજાસર)દેવરામબાપુ (જલારામ મંદિર)ભુષણજી મહારાજ (રામજી મંદિર)હરિચરણદાસજી મહારાજ (મણીધર હનુમાનજી મંદિર) સહીતનાં સંતો-મહંતો હાજર રહેશે ત્યારે મોરબીના સર્વ હિન્દુ સંગઠનના અગ્રણીઓને મધ્યસ્થ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા આયોજકોએ નિમંત્રણ આપ્યું છે






Latest News