મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના કેરાળા (હ) ગામ નજીક ચોરીની શંકા આધારે બોલાચાલી બાદ ચાર વ્યક્તિને પાંચ શખ્સોએ છરી-ધોકા વડે મારમાર્યો


SHARE













મોરબીના કેરાળા (હ) ગામ નજીક ચોરીની શંકા આધારે બોલાચાલી બાદ ચાર વ્યક્તિને પાંચ શખ્સોએ છરી-ધોકા વડે મારમાર્યો

મોરબીના કેરાળા(હરીપર) ગામની સીમ વાડી વિસ્તારમાંથી રાતનાં સમયે નીકળેલા શખ્સોસે ત્યાં રહેતા લોકોની સાથે બોલા ચાલી કરી હતી અને યુવાન સહિત કુલ મળીને ચાર વ્યક્તિને માર માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવમાં સમાપક્ષે પણ ત્રણ શખ્સોને ઇજા થયેલ હોવાથી તેને પણ સારવારમાં લઈ જવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાયધ્રાના રહેવાસી અને હાલમાં કેરાળા(હરીપર) ગામની સીમ રાયમલભાઇ સુધીની વાડીએ રહેતા માંડણભાઇ ખોડાભાઇ સિણોજીયા જાતે કોળી (૪૨)સિકંદર ઇકબાલભાઇ કટીયા, ઓસમાણભાઇ ઇકબાલભાઇ કટીયા અને સિકંદરભાઇ મુસ્તાકભાઇ કાજેડીયા જાતે મિયાણા રહે. ત્રણેય રહે.માળીયા મિયાણા તથા બે અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, કેરાળા(હરીપર) ગામની સીમ રાયમલભાઇ સંધીની વાડીમાં ફરીયાદી તથા સાહેદો રહે છે અને ત્યા ચોરીના બનાવ બનતા હોય છે તેવામાં ત્રણેય આરોપી ત્યાંથી નીકળતા ફરીયાદીને ચોરી અંગે શંકા જતા સામાન્ય બોલાચાલી થઇ હતી ત્યારે આરોપી સિકંદર ઇકબાલભાઇ કટીયએ બેફામ ગાળો આપી હતી અને તેની પાસે રહેલ છરી ફરિયાદીને છાતીના ભાગે મારી હતી અને ભાગી ગયા હતા અને ફરિયાદી તેમજ આરોપી સિકંદરભાઇ મુસ્તાકભાઇ કાજેડીયાને ઇજા થયેલ હતી જેથી કરીને તે મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા

ત્યાર બાદ આરોપી સિકંદર ઇકબાલભાઇ કટીયાઅગાઉના ઝઘડાનો ખાર રાખીને બાકીના તમામ આરોપી ફરિયાદીની વાડીએ આવ્યા હતા ત્યારે ફરિયાદી ઉપરાંત સાહેદ અનિલ દિનેશ સિણોજીયા (૨૩), નાનુ કરસનભાઈ ઠાકોર (૨૫), વરધાભાઇ કેસરસિંહ (૨૭) ઉપર  છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે છરી અને ધોકા વડે માર મારતા ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈ.પી.સી.  કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે જયારે સામેના પક્ષેથી સિકંદર મુસ્તાક કાજડીયા, સિકંદર ઈકબાલ કટિયા અને ઓસમાણ ઈકબાલ કટિયા રહે. માળિયા મિયાણા વાળાને પાવડિયારી કેનાલ પાસે ધારિયા વડે માર મરવામાં આવતા ઇજા થયેલ હોવાથી ત્રણેયને પ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને જે પૈકીના સિકંદર ઈકબાલ કટિયાને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવેલ છે તેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે આ બનાવનો આગળની તપાસ જસપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા 

ચાર બોટલ દારૂ

મોરબી તાલુકાના પીપળી ગામથી તળાવની પાળ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે રાજભા છોટુભા જાડેજા જાતે દરબાર (૩૦) રહે પીલુડી વાળાની ધરપકડ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News