મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં બહેનને ભગાડી ગયો હોવાની શંકાના આધારે યુવાનના ભાઈ ઉપર છરી-પાઇપ વડે હુમલો


SHARE













મોરબીમાં બહેનને ભગાડી ગયો હોવાની શંકાના આધારે યુવાનના ભાઈ ઉપર છરી-પાઇપ વડે હુમલો

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતો યુવાન બહેનને ભગાડી ગયો છે તેવી શંકાના આધારે યુવાનના ભાઈને છરી અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તે યુવાને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને હાલમાં આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા જયદીપભાઇ રમેશભાઈ બારોટ (૧૮) નામના યુવાનને તે તેના ઘર પાસે હતો ત્યારે પંકજ બારોટ, દિનેશ બારોટ અને અન્ય બીજા ચારથી પાંચ શખ્સો દ્વારા બોલાચાલી કરીને માર મારવામાં આવ્યો હતો ત્યારે તેને છરી અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાથી માથામાં અને શરીરે  ઇજા થયેલ  હતી જેથી જયદીપ બારોટને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે દરમ્યાન ઇજા પામેલા જયદીપના માતા હેતલબેન સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે તેના વિસ્તારમાં રહેતા પંકજની બહેન ભાગી ગયેલ હોય જયદીપનો ભાઈ સુનિલ તેને ભગાડી ગયેલ છે તેવી શંકાના આધારે જયદીપને પંકજ અને તેની સાથે આવેલા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો છે હાલમાં હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

હળવદ તાલુકા વિસ્તારમાં દિનેશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા ટીનુબેન રાજુભાઈ ભુરીયા (૨૫) નામની પરણીતા ઝેરી દવા પીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મૂજબ પરણીતાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે અને તેને એક દીકરી છે હાલમાં આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્ક નજીક બે રીક્ષા સામ સામે અથડાઈ હતી ત્યારે અકસ્માતના બનાવમાં તરવાડીયા કાજલબેન વેરશીભાઈ (૧૭) નામની સગીરાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News