મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં આવતી કાલે ભારતીય વિચાર મંચ દ્વારા પ્રબુધ્ધ નાગરીકો સાથે વિચાર ગોષ્ઠિનું આયોજન


SHARE













મોરબીમાં આવતી કાલે ભારતીય વિચાર મંચ દ્વારા પ્રબુધ્ધ નાગરીકો સાથે વિચાર ગોષ્ઠિનું આયોજન

आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધતાસભર કાર્યક્રમ દ્વારા પ્રબુદ્ધજનોમાં જાણીતાં ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનું ૩૫૦ મું વર્ષ ચાલી રહ્યું છે.ત્યારે "વર્તમાન ભારતના પરિપેક્ષમાં છત્રપતિ શિવાજી મહારાજની શૂરવીરતા, શાસન વ્યવસ્થા અને સુરાજ્યનું મહત્વ" વિષય ઉપર એક વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ વિચારગોષ્ઠીના વક્તા તરીકે ૨૦ થી વધુ દેશોમાં જેમણે પ્રવાસો કર્યા છે તેવા નીટના પૂર્વ પ્રાધ્યાપક અને અનેકવિધ પુસ્તકોના લેખક, ચિંતક અને વક્તા સદાનંદજી સપ્રે ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ આવતી કાલ તા.૨૦-૮ ને રવિવારે સાંજે ૫:૩૦ કલાકે મોરબીના સંસ્કાર ઈમેજીંગ સેન્ટર હોલ, પહેલો માળ જીઆઇડીસી શનાળા રોડ મોરબી ખાતે યોજાશે. શહેરના પ્રબુદ્ધજનોને આ વિચારગોષ્ઠીમાં જોડાવા માટે ભારતીય વિચાર મંચ મોરબીના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદી (મો.૯૮૭૯૦ ૨૪૪૧૦) તથા સહસંયોજક ચિરાગભાઈ આદ્રોજા (મો.૯૮૭૯૭ ૬૩૬૩૦) એ આહ્વાન કરવામાં આવ્યું છે.

 






Latest News