રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

ગુનેગારોનો ઉતારો મોરબી..? : એમપીમાંથી અપ્હત યુવતી આરોપી સાથે મોરબીમાંથી મળી આવી


SHARE







ગુનેગારોનો ઉતારો મોરબી..? : એમપીમાંથી અપ્હત યુવતી આરોપી સાથે મોરબીમાંથી મળી આવી

મોરબીના અનેક કારખાનાઓમાં દેશભરમાંથી મજૂરો મજૂરી કામ માટે આવે છે જે પૈકી અનેક લોકો ત્યાં તેઓના વિસ્તારમાં ગુના કરીને અહીં મોરબી આવ્યા હોય તેવુ અનેક વખત સામે આવી ચૂકી છે.તે દરમિયાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મધ્યપ્રદેશના જબલપુર વિસ્તારના રામજી થાના વિસ્તારના એએસઆઈ રામચરણ મિશ્રા તેમને મળેલ બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને ત્યાં તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ યુવતીના અપહરણ સંદર્ભે મળેલ બાકમીના આધારે યુવતી તથા આરોપી મોરબીના નીચી માંડલ ગામ નજીક આવેલ સિરામિક યુનીટની પાસે હોવાની બાતમી મળી હતી જેથી અહીંયા સ્થાનિક પોલીસને સાથે રાખીને સર્ચ કરવામાં આવતા ત્યાં નીચીમાંડલ ગામેથી તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરાયેલ યુવતી આરોપી શુભમ મહેન્દ્રસિંહ ચંદ્રવંશી નામના શખ્સની સાથે મળી આવતા બંનેને હસ્તગત કરીને તપાસના કામે એમપી લઈ જવા હતા.

વાહન અકસ્માતમાં બે ને ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામના પુલ નજીક ટ્રક પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો.જે બનાવની અંદર સિકંદરભાઈ દિશાયુભાઈ લોહાર (ઉમર ૨૨) રહે.મકનસર મોરબી અને સુરેશ દેવાભાઈ કટીજા (ઉમર ૧૮) તથા સંતોષ રમેશભાઈ ડામોર (ઉમર ૨૩) રહે.બંને રંગપર તાલુકો જીલ્લો મોરબી વાળાઓને ટ્રક પલ્ટી મારી જવાના બનાવમાં ઈજા થતા ૧૦૮ વડે સિવિલે સારવારમાં ખસેડાયા હતા જે અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ પાસે આવેલ એબ્રોડ ગ્રેનાઇટો એલએલપી નામના કારખાનાની અંદર કામ દરમિયાન મશીનમાં હાથ આવી જતા ગંભીરપણે ઇજાગ્રસ્ત થયેલા રઘુવીરભાઈ બદ્રીલાલ વિશ્વકર્મા નામના ૩૪ વર્ષના પરપ્રાંતીય મજૂરને શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જે અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.એલ. બારૈયા દ્વારા નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી હતી.તેમ તાલુકા પોલીસે જણાવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા સોનીબેન ગણપતભાઈ ધરજીયા નામની ૨૫ વર્ષીય મહિલાને મોડી રાત્રિના મારામારીના બનાવમાં ઈજા થતાં જેતપર પીએચસી ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જે અંગે ત્યાંથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર દ્વારા આ બાબતે વધુ તપાસ કરવામાં આવી હતી.




Latest News