મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

ઝૂલતા પુલ કેસમાં વીપી ફાઈલ કરનાર જયસુખ પટેલના વકીલ અનિલ દેસાઈનો રાજકોટ બાર એસો.એ ખુલાસો મંગાયો


SHARE













ઝૂલતા પુલ કેસમાં વીપી ફાઈલ કરનાર જયસુખ પટેલના વકીલ અનિલ દેસાઈનો રાજકોટ બાર એસો.એ ખુલાસો મંગાયો

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ તરફે રોકાનાર વરિષ્ઠ ધારાશાસ્ત્રી અનિલ દેસાઈનો રાજકોટ બાર દ્વારા ખુલાસો મંગાયો છે. રાજકોટ બાર એસો.એ બનાવ વખતે ઠરાવ કરી આ કેસમાં આરોપીઓ વતી કોઈ વકીલ નહીં રોકાય તેવી જાહેરાત કરેલી. જેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.

રાજકોટ બાર એસો.એ જે તે સમયે જાહેરાત કરી હતી કે રાજકોટ બારના કોઈ વકીલ આ કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે નહીં રોકાય. આ અંગે બારની બોડીએ એક ઠરાવ પણ કર્યો હતો. જોકે, તાજેતરમાં જ તા. ૫ ઓગષ્ટના રોજ મોરબી સેશન્સ કોર્ટમાં એક વકીલાતનામું રજૂ થયું જે વકીલાતનામાંમાં જયસુખ ઓધવજી પટેલના બચવા પક્ષે એડવોકેટ અનિલકુમાર આર. દેસાઈ રોકાયા હોવાનું જણાવાયું હતું. આ વકીલાતનામું રજૂ થતા જ વકીલોમાં ભારે ચર્ચા છેડાઈ હતી. અનિલભાઈ દેસાઈ સિનિયર એડવોકેટ છે. અનેક ચકચારી કેસોમાં તેઓ વકીલ તરીકે રોકાયેલા છે. ઉપરાંત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ કન્વીનર પણ છે. તેઓ રાજ્યના વકીલોમાં ખૂબ જાણીતા છે. તેઓએ ઠરાવ હોવા છતાં આ કેસના આરોપી જયસુખ પટેલ તરફે વકીલાતનામું કરતા વકીલોમાં ચર્ચા જાગી હતી. તેમાં પણ રાજકોટમાં વકીલોના બે જુદા જુદા ફાંટા પડી ગયા છે. જેને લઈ વિવાદ ચગ્યો છે. અમુક વકીલોએ રાજકોટ બારને લેખિત રજૂઆત કરી કે, સિનિયર એડવોકેટે ઠરાવનો ભંગ કર્યો છે. માટે યોગ્ય કરવા માંગ કરાઈ હતી






Latest News