રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના વાલાસણમાં ભેસ ફળિયામાં જતાં યુવતીને બે મહિલા સહિત ચાર વ્યક્તિઓએ માર માર્યો


SHARE







વાંકાનેરના વાલાસણમાં ભેસ ફળિયામાં જતાં યુવતીને બે મહિલા સહિત ચાર વ્યક્તિઓએ માર માર્યો

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા પરિવારની ભેસને બાંધીને રાખવામાં આવી હતી ત્યાં આરોપીઓની ભેંસ છૂટીને આવી હતી અને તેનો ખીલ્લો તોડાવતા ફરિયાદીની ભેંસ તેની પાછળ આરોપીના ફળિયામાં જતી રહી હતી જેથી આરોપીઓએ તેને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને લોખંડનું આડું કેડના ભાગે માર્યું હોવાથી યુવતીને સારવારમાં લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વલાસણ ગામે રહેતા દીનારબેન રસુલભાઈ માણસિયા (૨૧) નામની યુવતીએ મદીનાબેન અબ્દુલભાઈ માણસિયા, રોશનબેન અબ્દુલભાઈ માણસિયા, સિકંદર અબ્દુલભાઈ માણસીયા અને અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ માણસિયા રહે. તમામ વલાસણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, આરોપીની ભેંસ છૂટીને ફરિયાદીની ભેંસ જે ખીલે બાંધવામાં આવી હતી ત્યાં આવી હતી અને ફરિયાદીની ભેસનો ખીલ્લો તોડાવતા તેની ભેંસ છૂટીને આરોપીના ફળિયામાં ગઈ હતી જેથી આરોપીઓએ ફરિયાદી યુવતીને ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ આરોપી સિકંદરભાઈએ લોખંડનું આડુ ફરિયાદીને કેડના ભાગે માર્યું હોવાથી તેને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એચ.આર. ચૌહાણ ચલાવી રહ્યા છે




Latest News