મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના શાપર નજીક થયેલ ત્રિપાલ અકસ્માતમાં બસ ચાલકે નોંધાવી ટ્રક ચાલક સામે ફરિયાદ


SHARE













મોરબીના શાપર નજીક થયેલ ત્રિપાલ અકસ્માતમાં બસ ચાલકે નોંધાવી ટ્રક ચાલક સામે ફરિયાદ

મોરબીના ગાળા ગામથી શાપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી એસટી બસને ટ્રક કન્ટેનરના ચાલકે આગળના ભાગે ભટકાવી હતી જેથી અકસ્માતો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવવામાં ટ્રક અને એસટી બસના ચાલકને ઈજા થઈ હતી અને એસટી બસને ધક્કો લાગતા તે પાછળ રહેલ આવી રહેલ કારમાં અથડાતા ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં એસટી બસના ચાલકે ટ્રક કન્ટેનરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બહાદુરગઢ ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના નાની વાવડી ગામે મારુતિ-૧ માં આવેલ જય મુરલીધર શેરીમાં રહેતા અને એસટી બસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ ભગવાનભાઈ મકવાણા જાતે આહિર (૪૩)એ ટ્રક કન્ટેનર નંબર જીજે ૧૨ બીવાય ૮૪૦૪ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના ગાળા ગામથી શાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સોલોગ્રાસે કારખાના સામે રોડ ઉપરથી તે પોતાની હવાલા વાળી એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૨૮૦૨ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ ટ્રક કન્ટેનરમાં ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે ચલાવીને એસટી બસમાં આગળના ભાગે અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે બસને પાછળની બાજુએ ધક્કો લાગતા પાછળના ભાગમાં આવી રહેલ અલટીકા કાર નંબર જીજે ૨૭ ડીબી ૩૭૩૩ માં નુકસાની થઈ હતી જોકે એસટી બસ અને ટ્રક કન્ટેનરના ચાલકને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત સર્જાયા બાદ ટ્રક કન્ટેનર રસ્તા ઉપર રોડ સાઈડમાં પલટી મારી ગયું હતું ત્યાર બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી હાલમાં એસટી બસના ચાલક દ્વારા નોંધાવવા આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News