મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં શકીલ સાથે કેમ ફરે છે કહીને માર્કેટ ચોકમાં યુવાન ઉપર છરી વડે ચાર શખ્સોનો જીવલેણ હુમલો


SHARE













મોરબીમાં શકીલ સાથે કેમ ફરે છે કહીને માર્કેટ ચોકમાં યુવાન ઉપર છરી વડે ચાર શખ્સોનો જીવલેણ હુમલો

મોરબીમાં શાક મર્કેટ ચોક પાસે ઉભેલા યુવાન પાસે બે શખ્સો બાઈક લઈને આવ્યા હતા અને તું શકીલ સાથે કેમ ફરે છે તેવું કહીને તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો ત્યારબાદ આરોપીઓની પાસે રહેલ છરી વડે યુવાનને  આંખ પાસે અને હાથના કાંડા ઉપર ઇજા કરી હતી અને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નં-૩ માં રહેતા દીપકભાઈ રાજુભાઈ બુધ્ધદેવ જાતે લોહાણા (૨૮)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિશન પટેલ, યશ પટેલ અને યશ પટેલનો ભાઈ રહે. ત્રણેય મોચી ચોક મોરબી તથા શાહનવાજ કાસમણી રહે. ખાટકીવાસ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબીના શાકમાર્કેટ ચોક પાસે તે અને તેનો મિત્ર કાલુસિંગ પ્રભુસિંગ રાવત બંને ઊભા હતા ત્યારે યશ પટેલ અને શાહનવાજ કાસમણી બાઇક લઈને તેની પાસે આવ્યા હતા અને તું શકીલ સાથે કેમ ફરે છે તેવું કહીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેને ગાળો આપી હતી અને કિશન પટેલે તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી યુવાનને ડાબી આંખ પાસે ઘા મારીને ઈજા કરી હતી અને યશ પટેલે તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી યુવાનને ડાબા હાથના કાંડામાં ઈજા કરી હતી તેમજ યશ પટેલના ભાઈએ તથા કિશન પટેલે તેને માર માર્યો હતો અને ધક્કો મારતા ત્યાં પડેલા ટ્રક સાથે તેનું મોઢું અથડાતા તેને પાંચ દાંતમાં ઈજા થઈ હતી આમ ચારેય શખ્સોએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને ફરિયાદી યુવાનને "આજે તો બચી ગયો પણ શકીલ સાથે ફરીશ તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને આંખ પાસે અને હાથ ઉપર ટાંકા આવ્યા હતા અને તેના મિત્રને પણ ઇજા થઈ હતી જેથી કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવાને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ પી.એસ.આઇ. સી.એમ કરકર ચલાવી રહ્યા છે






Latest News