મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાંથી ૧૭૯.૬૨ ગ્રામ ગાંજા સાથે પકડાયેલા શખ્સનાં બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબીમાંથી ૧૭૯.૬૨ ગ્રામ ગાંજા સાથે પકડાયેલા શખ્સનાં બે દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના લીલાપર ગામ બાજુથી આવી રહેલા બાઈકને રોકીને બાઈક ઉપર ઇ રહેલા શખ્સોને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તે બાઈક ઉપર જઈ રહેલા શખ્સ પાસેથી ૧૭૯.૬૨ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ગાંજો, બે મોબાઈલ, રોકડા રૂપિયા તથા બાઈક મળીને ૨૪,૬૩૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી હતી જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ટ્રાફિક ડ્રાઈવની કામગીરી ચાલુ હતી ત્યારે લીલાપર ગામ તરફથી એક ડબલ સવારી બાઇક નંબર પ્લેટ વગરનું બાઇક મોરબી તરફ આવી રહ્યું હતું ત્યારે તે બાઈકને ઉભું રાખવામાં આવ્યું હતું અને બાઈક ઉપર જઈ રહેલા બે વ્યક્તિઓને રોકીને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે એજાજ ઉર્ફે માથારો અબ્દુલભાઈ આરબ શેખ નામના શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૭૯.૬૨ ગ્રામ ગાંજો જેની કિંમત ૧૭૯૦ તેમજ ૨૫૦૦ ના બે મોબાઈલ ફોન, રોકડા રૂપિયા ૩૪૦ તેમજ ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૨૪,૬૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એજાજ ઉર્ફે માથારો અબ્દુલભાઈ આરબ શેખ (૨૮) રહે. લિંબાળા ગામ સ્મશાનની પાછળની ઓરડીમાં વાંકાનેર વાળાની ધરપકડ કરેલ હતી અને તેની સાથે મળી આવેલ બાળકિશોરને કબજામાં લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News