મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં સંતાન ન થતાં હોય પરણીતાને પતિ, સાસુ-સસરાનો ત્રાસ


SHARE













મોરબીમાં સંતાન ન થતાં હોય પરણીતાને પતિ, સાસુ-સસરાનો ત્રાસ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ લાલબાગમાં રહેતી પરણીતાને તેના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ઘરકામ બાબતે અને સંતાન ન થતા હોય તે બાબતે ગાળો આપીને મારકૂટ કરવામાં આવતી હતી અને મહિલાને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને પરણીતાએ હાલમાં તેના પતિ, સસરા અને સાસુ સામે સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગ બ્લોક નં-બી ૧/૪ માં રહેતા અને હાલ મોરબીમાં સબજેલ સામે આવેલ વાલ્મીકિવાસમાં માવતરે રહેતા યશોમતીબેન નિલેશભાઈ સોલંકી (૩૩)એ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ નિલેશભાઈ ઘનશ્યામભાઈ સોલંકી, સસરા ઘનશ્યામભાઈ નરશીભાઈ સોલંકી અને સાસુ ભારતીબેન ઘનશ્યામભાઈ સોલંકી રહે. રેલનગર શેરી નં-૬ ફાયર બ્રિગેડની આગળ અવધ પાર્ક સોસાયટી રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેને ઘરકામ બાબતે અને સંતાન ન થતા હોવાથી તે બાબતે મેણાં ટોણાં મારવામાં આવતા હતા અને અવારનવાર ગાળો આપીને મારકૂટ કરવામાં આવતી હતી અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જેથી કરીને ભોગ બનેલ પરણીતા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે પરણીતાના પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News