મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના ગ્રાહકને મેડિકલ સારવારનો વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ


SHARE













મોરબીના ગ્રાહકને મેડિકલ સારવારનો વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ

મોરબીના વતની ક્રિષ્નાબેન ચિરાગભાઇ અઘારાએ ફેમીલી સાથે ટ્રાવેલીંગ કવર પ્રા.લી. ધ્વારા માલ દિવ જવાની ટુરમાં જોડાયેલ ગ્રાહકે મેડીકલ વીમો એકો એગ્રો જનરલ ઇન્સ્યુરન્સ પાસેથી વીમ લીધેલ હતો અને માલ દિવમાં કોરોના થતાં હોસ્પીટલમાં દાખલ થવું પડયુ હતું અને તેની સારવારના બિલ વીમા કંપનીમાં રજુઆત કરેલ છે અને વીમા કંપનીએ વીમા આપવાની ના પડી હતી જેથી કરીને મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા ધ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરેલ હતી

ત્યારે ગ્રાહકે માલ દિવ જવા માટે કોરોના રીપોર્ટ આર.ટી.પી.સી.આર. કરાવેલ અને ટ્રાવેલ્સ કાં. ઇન્ડીગો એરલાઇન્સ મારફત લઇ ગયેલ હતા હવે પરત ફરતા માલ દિવ સરકારની કોરોના ગાઇડ લાઇન પ્રમાણે ગ્રાહકે કોરોના પોઝેટીવ આવેલ હતો તેના નિયમ મુજબ સાત દિવસ કોરોન્ટાઇન રહેવુ ફરજીયાત છે. તેથી તે અલગ રૂમમાં સાત દિવસ રોકાયેલ હતા અને ડો. મહંમદ અબ્બાસની હોસ્પીટલનું બીલ ૨૭૫૦ ડોલર એટલે કે ૧,૭૭,૮૯૧ તે રકમ એકો એગ્રો જનરલ ઇન્સ્યુરન્સ ક્રિષ્ના બેનને તા.૨૨/૧૨/૨૦૨૨ થી ૭ ટકાના વ્યાજ અને ૭૦૦૦ સાત હજાર માનસીક ત્રાસ અને ૩૦૦૦ ત્રણ હજાર ખર્ચના સાથે વીમા કંપનીને ચુકવવાનો હુકમ કરેલ છે.






Latest News