મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના આઇટીઆઇમાં પ્રવેશ માટે ચોથા તબક્કામાં અરજી લેવાનું શરૂ


SHARE













મોરબી જિલ્લાના આઇટીઆઇમાં પ્રવેશ માટે ચોથા તબક્કામાં અરજી લેવાનું શરૂ

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજયની મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેરમાં કેટલાક વ્યવસાય કોર્ષમાં પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૩ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે.

આથી પ્રવેશવાંચ્છું ઉમેદવારોએ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતેથી તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન https://itiadmission.gujarat.gov.in  ઉપરથી નવીન પ્રવેશ ફોમ ભરી જે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે સંસ્થા ખાતે રૂ.૫૦/- રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહીત પરત જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન પ્રવેશ ફોમ ભરેલ હોય અને કોઇ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી તેઓએ ઓનલાઇન પ્રવેશ ફોમ, રજીસ્ટ્રેશન ફીની રસીદની ઝેરોક્ષ નકલ સહીત સંબધિત સંસ્થાને અરજી કરવાની રહેશે. આ બેઠકો ભરવાની ચોથા રાઉન્ડની કાર્યવાહી ઔદ્યોગીક તાલીમ સંસ્થા મોરબી, માળીયા(મિંયાણા), હળવદ, ટંકારા, તથા વાંકાનેર ખાતે તારીખ: ૨૩ થી ૩૧ પ્રવેશના ચોથા રાઉન્ડ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવવાનું રહેશ તેવું મોરબી ઔદ્યોગીક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે






Latest News