મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ચાર મહિલા સહિત નવ જુગારી પકડાયા


SHARE













મોરબી શહેર અને તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ચાર મહિલા સહિત નવ જુગારી પકડાયા

મોરબીના મકનસર ગામે સીતારામ નગરમાં, નાનીવાવડી ગામે આવેલ ભૂમિ ટાવરની બાજુમાં શિવ શક્તિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં અને કાલિકા પ્લોટમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે ચાર મહિલા સહિત નવ વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસને રોકડા રૂપિયા સાથે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના મકનસર ગામે સીતારામ નગરમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં જુગાર રમતા હરેશભાઈ ઘૂઘાભાઈ કોળી (૨૮), રાજુભાઇ ધીરુભાઈ કોળી (૩૩), રાજેશભાઈ મગનભાઇ પરમાર (૩૦) અને સુનિલભાઈ મંગળદાસ ચૌહાણ (૩૬) રહે, બધા મકનસર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૨,૨૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ ભૂમિ ટાવરની બાજુમાં શિવ શક્તિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જુગાર રમતા હોવાની મોરબી તાલુકા પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર મહિલા જુગાર રમતા મળી આવી હતી જેથી પોલીસે હંસાબેન બટુકભાઈ વ્યાસ (૪૯) સોનલબેન સંજયભાઈ ધાનજા (૪૩), પ્રભાબેન રમેશભાઈ ફુલતરીયા (૪૫) અને ગૌરીબેન શાંતિલાલ ફુલતરીયા (૫૫) રહે બધા નાની વાવડી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૬૦૫૦ ની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી શહેરના કાલિકા પ્લોટ શેરી નંબર એકમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા બસીરભાઈ સલીમભાઈ ચાનિયા જાતે સંધિ (૩૦) રહે. કાલિકા પ્લોટ શેરી નં-૨ મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી ૨૦૫૦ રૂપિયા રોકડા કબજે કર્યા હતા અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News